તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખેરગામમાં લાઈનમાં ભંગાણ થતા બે દિવસથી પાણીની મોકાણ, ગ્રામ પંચાયત એ ટેન્કર દોડાવવા પડ્યાં

ખેરગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખાનગી ડ્રેનેજ લાઇનની મરામત માટે ખોદકામ દરમિયાન પંચાયતની પાઇપ લાઇનને નુકસાન થયું હતું. - Divya Bhaskar
ખાનગી ડ્રેનેજ લાઇનની મરામત માટે ખોદકામ દરમિયાન પંચાયતની પાઇપ લાઇનને નુકસાન થયું હતું.
 • બજારની ખાનગી ડ્રેનેજ લાઈનની મરામત માટે ખોદકામ કરાતા પાણીની લાઇન તૂટી ગઇ
 • સમારકામ બાદ કેટલાક વિસ્તારમાં પાણી પૂરવઠો પૂર્વવત થયો, હજૂ અનેક વિસ્તાર ટેન્કર પર નિર્ભર

ખેરગામ ગામમાં ઘરેઘર પાણી પહોંચાડતી પંચાયતની પાઇપલાઇન બજારની ખાનગી ડ્રેનેજ લાઈનની મરામત માટે થયેલા ખોદકામ દરમિયાન તૂટી જતા બે દિવસથી પંચાયત દ્વારા અપાતું પીવાનું પાણી બંધ થતાં લોકોએ હાલાકી વેઠવી પડી હતી. પંચાયતે લાઈનની મરામત કરાવી શુક્રવારથી અમુક વિસ્તારોમાં પાણી શરૂ કરી દેવાતા લોકોને રાહત થઈ હતી.ખેરગામ બજારની ખાનગી ગટરલાઈનનું ગંદુ પાણી છેલ્લા પાંચ-છ દિવસથી જાહેર રસ્તા ઉપર આવતા સ્થાનિક દુકાનદારો તેમજ રહીશોએ ગંદકી સાથે દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોની ગટર લાઈનની મરામત માટે ગ્રામ પંચાયતના ઇ. સરપંચ કાર્તિક પટેલ તેમજ ગટરના હોદ્દેદારોને થયેલી અનેક રજૂઆત બાદ આ ડ્રેનેજ લાઇનની મરામત શરૂ કરવામાં આવી હતી

જેમાં જેસીબી મશીનથી દેસાઈવાડ વિસ્તારમાં થયેલા ખોદકામ દરમિયાન પંચાયતની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા બે દિવસ પંચાયતનું પાણી ગામમાં આવતું બંધ થતાં લોકોએ પાણી વગર હાલાકી વેઠવી પડી હતી. ગટરની મરામત થતા રસ્તા ઉપર વહેતુ ગંદુ પાણી બંધ થઈ ગયું હતું,પરંતુ બે દિવસથી પાણી માટે કેટલાક લોકોએ હાલાકી વેઠવી પડી હતી. પંચાયતની પાણીની પાઇપલાઇનની મરામત થતા કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પાણી આપવામાં આવ્યું હતું, જ્યારે અમુક વિસ્તારમાં પાણી ન પહોંચ્યું ત્યાં પંચાયતે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરતા લોકોને રાહત થઈ હતી.

પાણીની લાઈનમાં ગંદુ પાણી ભરાય જવાનો ભય હતો
ગટરલાઈનના ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા તેમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જવાનો ભય હતો, જેથી પાણીની પાઇપલાઇનની મરામત કર્યા બાદ લોકોને ચોખ્ખું પાણી મળી રહે તે માટે પંચાયતે પાઇપ લાઇનની સફાઈ માટે અમુક કલાક પાણી ચાલુ રાખવું પડ્યું હોવાનું સરપંચે જણાવ્યું હતું.

મોટાભાગના વિસ્તારમાં પાણી શરૂ કરી દેવાયું
ખાનગી ડ્રેનેજ લાઇનની મરામત માટે ખોદકામ દરમિયાન પંચાયતની પાઇપ લાઇનને નુકસાન થયું હતું. જેના કારણે બે દિવસ પાણી બંધ રહ્યું હતું. પાઇપ લાઈનની મરામત કરી દેવામાં આવી છે,અને મોટાભાગના વિસ્તારોમાં પાણી આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અમુક વિસ્તારમાં પાઈપની સફાઈ માટે પાણી બંધ રખાયું છે,ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. - કાર્તિક પટેલ ઇ.સરપંચ,ખેરગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો