તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામ ગ્રામ પંચાયતની દેસાઈવાડ વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપરથી પસાર થયેલી પાઇપલાઇનમાં વહેલી સવારે પાણી આપવાના સમયે ભંગાણ પડતા મોટી લાઈનનું પાણી મોટી માત્રામાં જાહેર રસ્તા ઉપર વહી જતા રસ્તો પાણીમાં તરબોળ થયો હતો. ખેરગામ ખાતે આશરે ત્રીસેક વર્ષથી કાર્યરત ઘરેઘર પાણી પહોંચાડવાની પાણી યોજના ખેરગામ બજાર વિસ્તારના રહીશો માટે અતિ લોકભાગ્ય પુરવાર થઈ છે, પરંતુ રસ્તાની બાજુમાં અન્ડર ગ્રાઉન્ડ પસાર કરાયેલી પાઇપલાઇનને ઘણા વર્ષો વીતી જવાના કારણે લાઇન વારંવાર ખોટકાઈ જવાના કે લાઈનમાં ખાર થઈ જવાના બનાવો બનતા હોય જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડે છે.
બુધવારે રાબેતા મુજબ વહેલી સવારે પંચાયત દ્વારા પાણી ચાલુ કરાયા બાદ લગભગ સાડા છ વાગ્યાની આસપાસ દેસાઈવાડ ખાતેથી પસાર થયેલી મોટી પાઇપલાઈનમાંથી અચાનક પાણી નીકળવા માંડતા જોતજોતામાં મોટી માત્રામાં પાણી જાહેર રસ્તા ઉપર વહી ગયું હતું.
પંચાયતના પ્લમ્બરને જાણ થતાં તેઓ તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા, તેમણે તપાસ કરતા ભરતભાઇ રાણાના ઘર પાસેથી પાણી મોટી માત્રામાં બહાર આવી રહ્યાનું જણાય આવ્યું હતું. જો કે લાઈનની મરામત માટે પંચાયત દ્વારા સવારથી માણસો કામે લગાવી લાઈનમાં સર્જાયેલી ખામી દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ટેન્કરથી પાણી પહોંચાડાશે
સવારે પાણી ચાલુ કર્યા બાદ પાઇપમાં પાણીનું વધુ પ્રેસરના કારણે પાઇપ ફાટી ગયો હતો,જૂની લાઇન હોય પાઇપ ફાટવાના કારણે પાણી બહાર આવ્યું હતું. મેઈન લાઇન હોવાથી તેની મરામત માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. મરામત થાય ત્યાં સુધી સવારે ટેન્કર દ્વારા જેતે વિસ્તારમાં પાણી પહોંચાડાશે. - કાર્તિક પટેલ, ઇ.સરપંચ ખેરગામ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.