તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કાકડવેરીમાં યોજાયેલી ત્રિદિવસીય ક્રિકેટ ટુર્ના.માં વાડ ઇલેવન વિજેતા

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટી ગામે આદ્ય શક્તિ યુવક મંડળ બાવીસા ફળિયા દ્વારા છેલ્લા 8 વર્ષથી નાતાલના પર્વે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ વખતે કાકડવેરી ગામે દાદરી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના ગામની 28 જેટલી ટીમે ભાગ લીધો હતો. 3 દિવસ સુધી રમાયેલી સ્પર્ધામાં અંતે ફાઈનલ કાકડવેરી ઇલેવન વાડ દરગાહ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં વાડ ઇલેવને પ્રથમ બેટિંગ કરી 75 રન બનાવ્યા હતા,જેના જવાબમાં કાકડવેરી ઇલેવન જીતથી માત્ર બે રન દૂર રહી જતા અત્યંત રોમાંચક મેચમાં વાડ ઇલેવન ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમના કેપ્ટન ચેતન પટેલને ખેરગામના સામાજિક અગ્રણી સતિષભાઈ પટેલ, સરપંચ પતિ નવનીત પટેલ,ડે. સરપંચ દયાનંદ પટેલ સહિતના આગેવાનોને હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. પાટી ગામના માજી સરપંચ ગણેશભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ સહિતના આગેવાનો અને યુવાનોએ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો