આયોજન:આછવણીના વિશાલ પટેલને યોગ ટ્રેનરનું સર્ટીફિકેટ અપાયું

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન ધરમપુર ત્રણ દરવાજા ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવ્યું હતું. જેમા યોગ ટ્રેનર બનવાના ઇચ્છુક વ્યક્તિઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા.કોરોના મહામારીની શરૂઆત પહેલા આ ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી. યોગ કોચ તરીકે વલસાડનાં પ્રિતીબેન પાંડેએ યોગ તાલીમ આપી હતી. તાલીમ પૂર્ણ થયે ખેરગામ તાલુકાના આછવણી ગામના વિશાલ પટેલને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ આપવમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...