ગણેશ ઉત્સવ:વાણી-વિવેક અને વ્યવહારનું તાદ્શ દર્શન વિનાયક ગણપતિ છે : પ્રફુલ શુકલ

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકલી વાણી પરિણામ નથી આપતી પણ વાણીની સાથે વિવેક અને વ્યહવારનો સમન્વય થાય ત્યારે સફળ પરિણામ આવે છે. એનું તાદ્દશ દર્શન વિનાયક ગણેશ છે ઉપરોક્ત શબ્દો ગુરૂવારે ખેરગામમાં જીવનની 789મી ગણેશકથા કરનાર કથાકાર પ્રફુલભાઈ શુકલએ કથામાં ઉચચાર્યા હતા. અંકિતભાઈ પ્રવીણભાઈ નરસિંહભાઈ પટેલ અંબાજી ચકલા રાંદેર દ્વારા ટેલિફોનિક સંકલ્પ લઈને અભિષેક,હવન પૂજા કરવામાં આવી હતી. સાથે ગણેશજીને છપ્પનભોગ સાથે સત્યનારાયણની મહાપૂજા કરવામાં આવી હતી. કથામાં યુવા કથાકાર મેહુલભાઇ જાની ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. પ્રફુલભાઈ શુકલએ કથા પ્રવાહમાં કહ્યું હતું કે આવતી કાલે સાતમા દિવસે સ્વરાજ આશ્રમ આહવાના વનરાજભાઈ ધીરુભાઈ નાયકના યજમાનપદે અભિષેક-હવન અને ગણેશકથાની પુર્ણાહુતિ કરવામાં આવશે. નવસારીના વિદ્વાન ગાયત્રી ઉપાસક મનોહર શાસ્ત્રીજી વેદમંત્રો ઉચ્ચાર કરીને કથાની પૂર્ણાહુતિ કરાવશે. રી.પ્રિ. બી.એન.જોષી અને અશ્વિનભાઈ ભટ્ટ કિલ્લા પારડી દ્વારા હિન્દુ સંસ્કૃતિ પર બૌધિક ઉદ્દબોધન કરવામાં આવશે અને કથાને વિરામ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...