સંઘર્ષ:પેટિયું રળવા પાણીમાં જાળ નાંખી મચ્છી પકડવાનો પ્રયાસ

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાએ સામાન્ય જનજીવનને મોટાપાયે અસર કરી છે. મોટાભાગના લોકોની જીવન શૈલી પણ બદલાય છે તો કેટલાય લોકોએ રોજી રોટી પણ ગુમાવી દઇ પોતાનું પેટિયું રળવા અન્ય વ્યવસાયમાં ઝંપલાવવાની પણ ફરજ પડી છે. ચોમાસામાં નદી, નાળા, કોતરમાં પાણી આવે એટલે જાળ નાખીને માછલી પકડવાના શોખીન કે માછલી પકડીને પેટિયું રળનારા નદી કિનારે ઉમંગથી જાળ નાંખી માછલી તેમાં ફસાય જાય તેની રાહ જોતા હોય છે.

ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદીના કિનારે માછીમારી કરતા ગરીબ મચ્છીમારની મચ્છી પકડવા માટે જાળ ફેંકતી વખતની સુંદર છબી કેમેરામાં કેદ થઈ હતી. આહલાદક વાદળિયા આકાશમાં વનરાજી ખીલી છે. બે માસ વરસાદે સંતાકૂકડી રમી જન્માષ્ટમીથી 25 ઈંચ જેટલો વરસાદ થતા નદીમાં માછલીનો ફાલ આવ્યો હોય કોરોના મહામારીમાં રોજી માટે રઝળપાટ કરતા આ માછીમાર નદીના પાણીમાં માછલી પકડવા સંઘર્ષ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...