તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુરના આહિર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રવિવારે બહેજથી ખેરગામ સુધીની 4.5 કિલોમીટર લાંબી બળદગાડાની રેસ યોજાઈ હતી.માત્ર આહિર સમાજના સ્પર્ધકો માટે યોજાયેલી આ રેસમાં ધરમપુર, ખેરગામ, વલસાડ, કાનુરબરડા મળી કુલ 5 સ્પર્ધકોએ હોશભેર ભાગ લીધો હતો.
રેસ શરૂ થવાના સમય પહેલા નિયત કરાયેલા સાડા 4 કિમી સુધીના અંતરના રસ્તાની બંને તરફ તથા પ્રસ્થાન સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ટાળવા ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેસ શરૂ થતાં જ લોકોએ કોલાહલ મચાવી દેતા વાતાવરણમાં રોમાંચકતા પ્રસરી ગઈ હતી. આ રેસમાં પ્રથમક્રેમ કલવાડાના દિનેશ આહિર, નિતીન આહીર તેમજ અશોક આહીરની ત્રિપુટીનો વિજય થતા તેમના સમર્થકોએ તેમને વધાવી લીધા હતા.
પ્રથમ ક્રમે આવેલ કલવાડા દિનેશ આહિરને વીસ હજાર રોકડા અને ટ્રોફી એનાયત કરાઈ હતી. બીજા ક્રમે આવેલ સાજનભાઈ દેસાઈને પંદર હજાર રોકડા તથા ટ્રોફી અર્પણ કરાઇ હતી. દર વર્ષે યોજાતી આ બળદ ગાડાની રેસમાં ફરીવાર કલવાડા દિનેશ આહિર વિજેતા થયા હતા. આ ઉપરાંત આગામી બળદગાડાની મોટી રેસનું આયોજન વલસાડ કોસ્ટલ હાઈવે પર કરવાનુ અને જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. ખેરગામમાં આહિર સમાજ દ્વારા દર વર્ષે યોજાતી બળદગાડાની આ રેસ જોવા શહેરી વિસ્તારના લોકો પણ ઉમટી પડે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.