તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખેરગામમાં નામાંકન ભરવા માટે રેલી સ્વરૂપે નીકળતા બજારમાં ટ્રાફિકજામ

ખેરગામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેરગામ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બે બેઠકો માટે થનારી ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર થતા વિવિધ બેઠકો ઉપર ચૂંટણી લડવા આતુર ઉમેદવારોએ શુક્રવારે બપોરે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. નામાંકન ભરવા માટે ખેરગામ બજારમાં કોંગ્રેસની મોટેભાગના મહિલાઓ પદયાત્રા સાથે બજારમાંથી પસાર થયા હતા. જ્યારે ભાજપના કાર્યકરો મોટેભાગે ફોરવીલ વાહનોવાળી રેલી સ્વરૂપે બપોરે નીકળી હતી.

જેના પગલે બજારમાં વાહનોની સંખ્યા વધી જવાના લીધે પંદરેક મિનિટ સુધી ખેરગામ બજારમાં ટ્રાફિક જામ સર્જાતા અવરજવર અવરોધાઈ હતી. જેમાં વ્યવસ્થા જાળવવા માટે એક પણ હોમગાર્ડ-પોલીસ જવાનની અછત જોવા મળી હતી. જો કે બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો શાંતિપૂર્વક વારાફરતી રેલી સ્વરૂપે પસાર થઈ સેવા સદન પહોંચી ઉમેદવારોના નામાંકન ભરવાની કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો