સમસ્યા:ખેરગામ લિંકમાર્ગનું કામ શરૂ રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામ

ખેરગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ-ચીખલીને જોડતો માર્ગ 23 લાખના ખર્ચે બનશે

વલસાડ ચીખલીને જોડતા લીંક રોડ પર ત્રણેક દિવસ સુધી બીએસજી ત્યાર પછી બે દિવસ સુધી કારપેટ અને સિલિકોટનું કામ થનાર હોય ડામર રસ્તો ટકાઉ બનાવવા માટે ભારે વાહનો મલ્ટિએક્ષલ પ્રતિબંધિત કરવા જરૂરી છે. જે માટે મદદનીશ ઇજનેર મયુર પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ખેરગામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણકારી છે.ટ્રાફિકને ફાટકથી વાયા તાલુકા સેવા સદન ખાખરી ફળિયાને જોડતા નવા બનેલા માર્ગે ડાયવર્ઝન આપવા જણાવેલું છે.

લિંક રોડ બંધ કરીને કામ ચલાઉ ડાઇવર્ઝન માટે વાડ ખાડી ફાટકે માણસો મુકી ધરમપુર તરફ જનારા ભારેવાહનોને વાયા વાડ, પણંજ, આછવણી પાણીખડક ચોકડી કરંજવેરી થઈ દોડાવવા જોઈએ.જેથી ખેરગામ ગામની ચીખલી ધરમપુરના ભારે વાહનો ની સમસ્યા કાયમી હલ થઈ જાય. ગુગલ મેપમાં ખેરગામ બજારનો જ રસ્તો બતાવતા હોય મોટેભાગના વાહનો બજારમાંથી જ આવ-જા કરે છે. ખેરગામમાં હોમગાર્ડ છે જે સક્રિય થઈ ચીખલી જનારાને ભૈરવી ચોકડીથી બજારમાં પ્રવેશ આપવો જોઈએ નહીં વાયા હાઈસ્કૂલ મોકલવા જોઈએ.રિસર્ફેસીંગનું કામ શરૂ થતા છેલ્લા એકાદ મહિનાથી ધૂળથી પરેશાન ફળિયાવાસીઓને હવે રાહત થશે,વાહન ચાલકોને આચકાથી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...