તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ખેરગામની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

ખેરગામ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાણીની લાઇનમાં પ્રમાણ કરતા વધુ પ્રેસર આવતા લિકેજ

ખેરગામ ગ્રામ પંચાયતની દેસાઈવાડ વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપરથી પસાર થયેલી પાઇપલાઇનમાં વહેલી સવારે પાણી આપવાના સમયે ભંગાણ પડતા મોટી લાઈનનું પાણી હજારો લિટર પાણી જાહેર રસ્તા ઉપર વહી જતા રસ્તો પાણીમાં તરબોળ થયો હતો.

બુધવારે રાબેતા મુજબ વહેલી સવારે પંચાયત દ્વારા પાણી ચાલુ કરાયા બાદ લગભગ સાડા છ વાગ્યાની આસપાસ દેસાઈવાડ ખાતેથી પસાર થયેલી મોટી પાઇપલાઈનમાંથી અચાનક પાણી નીકળવા માંડતા જોતજોતામાં મોટી માત્રામાં પાણી જાહેર રસ્તા ઉપર વહી ગયું હતું.પંચાયતના પ્લમ્બરને જાણ થતાં તેઓ તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા,તેમણે તપાસ કરતા ભરતભાઇ રાણાના ઘર પાસેથી પાણી મોટી માત્રામાં બહાર આવી રહ્યાનું જણાય આવ્યું હતું.જો કે લાઈનની મરામત માટે પંચાયત દ્વારા સવારથી માણસો કામે લગાવી લાઈનમાં સર્જાયેલી ખામી દૂર કરવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.

પાઇપ ફાટી જતા બધું પાણી બહાર આવ્યું
સવારે પાણી ચાલુ કર્યા બાદ પાઇપમાં પાણીનું વધુ પ્રેસરના કારણે પાઇપ ફાટી ગયો હતો,જૂની લાઇન હોય પાઇપ ફાટવાના કારણે પાણી બહાર આવ્યું હતું.મેઈન લાઇન હોવાથી તેની મરામત માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.મરામત થાય ત્યાં સુધી સવારે ટેન્કર દ્વારા જેતે વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવશે.> કાર્તિક પટેલ,ઇ.સરપંચ ખેરગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો