તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિવસની ઉજવણી:વિધુર-વિધવા ભાઇ-બહેનો સાથે ભોજન લઈ તમામને છત્રી ભેટ ધરી

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આછવણીના ધર્માચાર્યે પોતાના 82 મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે 270 અનાજ કીટ એનાયત કરી

ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આદ્યસ્થાપક શિવભક્ત ધર્માંચાર્યએ પોતાનો 81મો જન્મદિવસ પોતાના ગામના વિધુરભાઈઓ તેમજ વિધવા બહેનો સાથે માનવી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દેશ વિદેશની ધરતી ઉપર શિવભક્તિ અને મહાયજ્ઞોના માધ્યમથી ધર્મનો પ્રચાર કરનાર આછવણી ગામના આદિવાસી વિસ્તારના શિવભક્ત ધર્માંચાર્ય પરભુદાદાએ તેમનો 82મો જન્મદિવસ ગામના વિધુર અને વિધવા ભાઈબહેનો સાથે મનાવ્યો હતો. તેમણે રવિવારે ગામમાં રહેતા વિધુરભાઈઓ તેમજ વિધવા બહેનોને અલગ અલગ બોલાવી તેમની સાથે ભોજન લીધું હતું. તેમજ તમામને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરભુદાદાએ તાજેતરમાં જ ગામની તમામ વિધવા બહેનોના ઘરે જઈને તેમને દાળ-ચોખા સહિતની 270 જેટલી અનાજની કીટનું વિતરણ કર્યું હતું. તેમજ કોરોના મહામારીમાં ગામના અનેક ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને મદદ પુરી પાડવાની સાથે કર્મકાંડ બ્રાહ્મણો માટે પણ વખતો વખત અનાજ સહિતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિવારે તેમણે જન્મદિવસ ઉપર વિધુર અને વિધવા ભાઈ-બહેનોને યાદ કરતા તમામે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બ્રહ્મભોજન કરવા આવેલા તમામ બ્રાહ્મણો તથા તેમના પરિવારને છત્રીની ભેટ આપવામાં આવી હતી.

એમની સેવા કરી મનમાં અનોખી શાંતિની અનુભૂતિ થઇ
હું જન્મદિવસ માનવતો જ નથી, પરંતુ મને જેણે જન્મ આપ્યો એ મારી સ્વ.માતૃશ્રીનો દિવસ તરીકે મને વિચાર આવ્યો અને આજના દિવસે તેમના સ્મરણાર્થે વિધુર અને વિધવા ભાઈ-બહેનોની સેવા કરવાનું ભગીરથ કાર્ય પ્રાપ્ત થયું એ ભગવાન શિવની કૃપા છે. આજે મેં કઈ કર્યું નથી, પરંતુ આ વિધુર અને વિધવા ભાઈ બહેનોએ મારે દ્વાર આવીને મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે, આજે એમની સેવા કરીને મનમાં અનોખી શાંતિની અનુભૂતિ પ્રાપ્ત થઈ છે.> પરભુદાદા, શિવભક્ત, આછવણી

અન્ય સમાચારો પણ છે...