ખેરગામના સામરપાડા ડુંગરી ફળિયામાં રહેતા અરવિંદભાઇના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતરનું ખેડાણ કરતી વેળાએ ટ્રેકટરનુ આગળનું ટાયર પાળ ઉપર ચડી જતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું. જેમાં ચાલક રણછોડભાઈ નીચે દબાઇ જતા તેમને ઈજા થતા ધરમપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદ મોત નિપજયું હતું.
તોરણવેરા હનુમાન ફળિયામાં રહેતા પ્રવિણભાઇ ભીમસેને પોલીસ મથકે આપેલી ફરિયાદ અનુસાર રણછોડભાઈ ભીમસેન (ઉ.વ. 57, રહે. તોરણવેરા, હનુમાન ફળિયા) કાકડવેરી સેવા સહકારી મંડળીનું ટ્રેકટર લઇ ગુરૂવારે સવારે જામનપાડા ગામના અરવિંદભાઈ મંગળભાઈ ગાવિતના ડુંગરી ફળિયામાં આવેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ખેતરમાં ખેડાણનું કામ કરી રહ્યાં હતા. એ દરમિયાન ખેતરની પાળ ઉપર ટ્રેક્ટરનું આગળનું ટાયર ચડી જતા ટ્રેકટર અચાનક પલ્ટી મારી ગયું હતું. જેમાં ટ્રેકટરના ચાલક રણછોડભાઈ ભીમસેન ટ્રેકટર નીચે દબાઇ જતા ગંભીર ઈજા થતાં તેમને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાય હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.