તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો શ્વાસ:રેફરલ હોસ્પિટલને 48 કલાકમાં જ 20 લાખનો ઓક્સિજન પ્લાન્ટ મળી જતાં ખુશીનો માહોલ

ખેરગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલા જ ખેરગામના આગેવાનોએ સાંસદને કરેલી રજૂઆતનો પડઘો

વલ્લભભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી ગૌસ્વામીની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે વિદેશી વૈષ્ણવ ભક્તો દ્વારા સંચાલિત છે. તેના દ્વારા 31ની મેની સાંજે 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા હી સંગઠનના સૂત્રને ચરિતાર્થ કરતા 7 વર્ષના પંતપ્રધાન શાસનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા 180 લાખના ખર્ચે નવ સ્થળે મિની ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના દેસર, જરોદ, આણંદના વલ્લભ વિદ્યાનગર, ભાદરણ સાથે જામનગર જુનાગઢ, ભાવનગર, સુરત અને નવસારી જિલ્લામાં એક-એક 20 લાખનો મિની ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું હતું.

ખેરગામના આગેવાનો મનોજ સોની, સતિષ પટેલ, વિજય પટેલ, મુસ્તાનસિર વ્હોરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, ધર્મેશ ભરૂચા, શૈલેષ ટેલર વગેરેએ સ્વીકાર કર્યો હતો. તેઓએ બે દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી,અને 48 કલાકમાં જ આશરે 20 લાખનો મિની ઓક્સિજન પ્લાન્ટ મળી જતાં ખેરગામ તાલુકામાં ખુશીની લાગણી ફેલાઈ હતી. થોડા દિવસ પહેલા કોવિડ કેર સમિતિ, જિ. પં. પ્રમુખ ભીખુભાઈ વગેરે ધારાસભ્ય નરેશભાઇ અને સાંસદ પાટીલને મળ્યા હતા ત્યારે તેમણે 50 હજાર ઓક્સિજન સિલિન્ડર માટે આપ્યા હતા, જે ઉપયોગી સાબિત થયા હતા.

ખેરગામમાં કોરોના મહામારીના સમયમાં એપ્રિલ અને મે માસ દરમિયાન રેફરલ હોસ્પિટલમાં ઉદભવેલી ઓક્સિજનની અછતના પગલે દર્દીઓ માટે સર્જાયેલી મુશ્કેલી બાદ આગેવાનોએ આગળ આવી ઓક્સિજનની અછત દાતાઓની મદદથી પૂરી કરી આપતા હોસ્પિટલમાં દર્દીઓને રાહત થઈ હતી. આગેવાનો દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે સાંસદ અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલને થયેલી રજૂઆત બાદ સોમવારે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ આવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...