તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:છાત્રોના ઓનલાઇન શિક્ષણ માટે ખેરગામ કાેલેજના આચાર્યએ ડાંગની મુલાકાત લીધી

ખેરગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાની જાણકારી મેળવી હલ કરવાની ખાતરી આપી

આહવાથી 35 કિ.મી. દૂર ડોન ગામે રહેતા ખેરગામ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઘરની રૂબરૂ મુલાકાત દરમિયાન ઓનલાઇન શિક્ષણ અને નેટવર્ક અંગેની પડતી મુશ્કેલી અંગેની ચર્ચા થઈ હતી. હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ M.A.નો ઉચ્ચ અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરે છે. તેઓ પોતાના ઓનલાઇન લેક્ચર માટે સખી મંડળ ગૃપના સૌજન્યથી રૂમની સગવડ પૂરી પાડવામાં આવતા ઓનલાઈન લેક્ચરમાં જોડાય છે, જે માટે તેઓ 30 થી 35 કિમી.નું અંતર કાપીને જિલ્લાનું વડુ મથક આહવા આવે છે.

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની પાસે રીચાર્જ માટે પૂરતા નાણાં ન હોવાને કારણે લેક્ચર જતા કરતા હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. કેટલાક મોબાઈલ ન હોવાની તો કેટલાક ઘરમાં એકજ મોબાઈલની આપવીતિ રજૂ કરી હતી. આ તમામ વિદ્યાર્થીઓને આચાર્ય સંજય પટેલે કોલેજ લાઇબ્રેરીમાંથી પુસ્તક અને સંદર્ભ ગ્રંથો તેમજ અધ્યાપકો દ્વારા તૈયાર કરાયેલ મટિરિયલની ઝેરોક્ષ પુરી પાડવાની ખાતરી આપી હતી.

વધુમાં આચાર્ય ડો.સંજય પટેલે જણાવ્યું કે ખૂબજ દયામણી પરિસ્થિતીનો અનુભવ થતાં તેઓને ઠંડીની સિઝનમાં ગરમ કપડાં, બુટ, ચંપલ તેમજ જરૂરી ચીજવસ્તુઓની મદદ પૂરી પાડવા માટે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર સાથે સંકળાયેલા મુંબઈના દાતાઓનો સહયોગ મેળવીને જરૂરી સહાય પૂરી પાડી મદદરૂપ બનવાનું આયોજન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...