તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગેની માર્ગદર્શિકા:તોરણવેરામાં હવે કોઈ માસ્ક વિના દેખાશે તો પંચાયત 200નો દંડ વસૂલશે

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ અને આગેવાનોની બેઠકમાં ફેરિયાઓ પર પણ પ્રતિબંધ

ખેરગામ તાલુકામાં આવેલા તોરણવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકો માટે કોરોના અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં માસ્ક વગર ગામમાં કોઈપણ ફરતું દેખાશે તેની પાસે 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે, તેમજ પંચાયતે બનાવેલા બીજા નિયમોનો ચુસ્તપણે અમલ કરવા પંચાયત દ્વારા તાકીદ કરવામાં આવી છે.

તોરણવેરા ગામે મંગળવારે ગ્રામ પંચાયત દ્વારા આગેવાનોની એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગામમાં આવેલી તમામ દુકાનો સવારે 8 થી સાંજે 4 સુધી જ ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું અને દુકાને કોઈ માસ્ક વગર સોશ્યલ ડિસ્ટન્સ જણાવ્યા વગર સમાન લેવા આવે તેને સમાન નહીં આપવાનું અને કોઈ નિયમનું પાલન નહિ કરે તો દુકાનદાર પાસે 500 રૂપિયાનો દંડ વસુલવાનું નક્કી કરાયું હતું. તેમજ દૂધ ડેરી ઉપર દૂધ ભરવા આવતા લોકો માસ્ક પહેરીને આવે તેની તકેદારી ડેરીના સંચાલકે લેવાની રહેશે. ગામમાં કોઈ માસ્ક વગર ફરતા દેખાશે તેની પાસે રૂપિયા 200નો દંડ વસુલવામાં આવશે.

વધુમાં લગ્ન પ્રસંગ કે કોઈ પણ કાર્યક્રમમાં વધુ માણસ ભેગા નહિ કરી માસ્ક અને સામાજિક અંતર જાળવવાની તમામ જવાબદારી આયોજકની રહેશે. બહારથી માલ સમાન વેચવા આવતા ફેરિયાઓએ ગામના તમામ મહોલ્લામાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જેની તકેદારી જેતે ફળિયાના લોકોએ લેવાની રહેશે. ગામના સરપંચ પતિ અરુણભાઈ પટેલે જણાવ્યું કે, તોરણવેરા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર અને ગામલોકોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ માટે ખાસ જાગૃતિ આવે તે માટે પ્રથમ ચર્ચા કરી હતી, ત્યારબાદ અમે પંચાયતમાં આગેવાનો સાથે કેટલાક નિયમો બનાવી તેનો અમલ કરવા લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો