વાહનચાલકોમાં આનંદની લાગણી:ખેરગામ લિંક માર્ગનુ કામ શરૂ થતાં ત્રણ દિવસ રસ્તો બંધ કરાયો

ખેરગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ-ચીખલી માર્ગનું 23 લાખના ખર્ચે નવિનીકરણ

ચીખલી અને વલસાડને જોડતો રામજી મંદિર પાછળના લિંક માર્ગનું રૂ. 23 લાખના ખર્ચે એકાદ કિલોમીટરનું રિસર્ફેસીંગ કામ હાલ ચાલુ છે. જેમાં બુધવારે બીએસસી પાથરીને રોલિંગ કામ ચાલે છે, જેના લીધે હાઈસ્કૂલથી અને રામજી મંદિર પાસેથી અવર-જવર બંધ કરી છે. જેથી ચીખલી ખેરગામ ધરમપુર નાસિકનો આંતર રાજ્ય ભારે વાહન વ્યવહારને બજારમાંથી પસાર થવું પડતું હોય મોટા વાહનના લીધે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય રહી છે.

લગભગ ત્રણેક દિવસ સુધી બીએસજી ત્યાર પછી બે-બે દિવસ સુધી કારપેટ અને સિલિકોટનું કામ થનાર હોય ડામર રસ્તો ટકાઉ બનાવવા માટે ભારે વાહનો મલ્ટીએક્ષલ પ્રતિબંધિત કરવા જરૂરી છે. જે માટે મદદનીશ ઇજનેર મયુર પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે ખેરગામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણકારી આપી છે અને સરસિયા ફાટકથી વાયા તાલુકા સેવા સદન ખાખરી ફળિયાને જોડતા નવા બનેલા માર્ગે ડાયવર્ઝન આપવા જણાવેલું છે. લિંક રોડ બંધ કરીને કામ ચલાઉ ડાયવર્ઝન માટે વાડ ખાડી ફાટકે માણસો મુકી ધરમપુર તરફ જનારા ભારે વાહનોને વાયા વાડ, પણંજ, આછવણી, પાણીખડક ચોકડી, કરંજવેરી થઈ દોડાવવા જોઈએ. જેથી ખેરગામ ગામની ચીખલી ધરમપુરના ભારે વાહનોની સમસ્યા કાયમી હલ થઈ જાય. ગુગલ મેપમાં ખેરગામ બજારનો જ રસ્તો બતાવતા હોય મોટાભાગના વાહનો બજારમાંથી જ આવ-જા કરે છે.

ખેરગામમાં હોમગાર્ડ છે જે સક્રિય થઈ ચીખલી જનારાને ભૈરવી ચોકડીથી બજારમાં પ્રવેશ આપવો જોઈએ નહીં વાયા હાઈસ્કૂલ મોકલવા જોઈએ. રિસર્ફેસીંગનું કામ શરૂ થતા છેલ્લા એકાદ મહિનાથી ધૂળથી પરેશાન ફળિયાવાસીઓને અને વાહન ચાલકોને રાહત થશે. રસ્તાના નવિનીકરણથી સ્થાનિક તેમજ વાહનચાલકોમાં આનંદની લાગણી વ્યાપી છે

અન્ય સમાચારો પણ છે...