ક્રાઇમ:પરિવાર કંટોલ પર અનાજ લેવા ગયો ને ઘરમાંથી 96 હજારના દાગીના ચોરાયા

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામના વેણ ફળિયામાં ભરબપોરે બનેલો ચોરીનો બનાવ

ખેરગામ તાલુકાના વેણ ફળિયામાં પરિવારના સદસ્યો ઘર બંધ કરી અનાજ લેવા ગયા ત્યારે ચોર ઇસમો ઘરમાંથી 96 હજારના દાગીના ચોરી ગયાનો બનાવ બન્યો હતો. ખેરગામના વેણ ફળિયામાં પીઠા રોડ ઉપર બાબુભાઇ ફકીરભાઈ ધોડિયા પટેલ જેઓ પત્ની અને પુત્ર સાથે રહે છે.તા.23 મીએ પુત્ર નોકરી ઉપર ગયા બાદ બાબુભાઇ તથા તેમની પત્ની ઘર બંધ કરી ફળિયામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા માટે ગયા હતા. જ્યાંથી બપોરે પરત આવતા ઘરના દરવાજાનું તાળું જોવામાં ન આવતા પાછળના દરવાજેથી પ્રવેશ કરી જોતા કબાટમાં કપડાં અને લોકર વેર વિખેર હતો અને કબાટની તિજોરીમાં મુકેલી 5 જો૰ સોનાની કાનની બુટ્ટી, નાકની સોનાની જળ નંગ ત્રણ, સોનાનું મંગળસુત્ર બે ગ્રામનુ,ચાંદીના સાંકળા બે જોડી,ચાંદીના લુઝ નંગ 7,ચાંદીની ચેઈન,ચાંદીના 2 ઝુડા મળી કુલ 96 હજારની મતા કોઈ ચોર આગળના દરવાજા નો નકુચો તોડી ઘરમાં ઘૂસી ચોરી ગયા અંગે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ-જી.એસ.પટેલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...