દુર્ઘટના:ખેરગામના વેણ ફળિયામાં પરિવાર આંગણે બેઠો હતો ને મકાન તૂટી પડ્યું; સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહી, 20 હજારનું નુકસાન

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામના વેણ ફળીયામાં બે ગાળાના કાચા મકાનના એક ભાગના પતરાં દીવાલ સાથે તૂટી પડતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી,સદનસીબે ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી.પંચાયતે કરેલા નુક્સાનીના સર્વેમાં 20 હજારથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો છે.

ખેરગામના વેણ ફળીયામાં કાંતિલાલ પત્યાભાઈ પટેલ બે ગાળાના કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે.શનિવારે સાંજે 4 કલાકે પરિવાર સાથે આંગણે બેઠા હતા તે સમયે મકાનની એકબાજુનો ભાગ પતરાં અને દીવાલ સાથે તૂટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે સદનસીબે આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ જ ન હતું જેથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.

આ બાબતે પંચાયતમાં જાણ કરતા ઇ.સરપંચ કાર્તિક પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા.જ્યાં તેમણે થયેલ નુક્સાનીનો સર્વે કર્યો હતો.જેમાં 16 પતરાં, દીવાલ,ડંડા સહિત આશરે વીસેક હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...