તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કરફ્યૂના ખોટા મેસેજ પ્રકરણમાં મામલો થાળે

ખેરગામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં કરફયૂ અંગેનો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા નાગરિકને ધમકી આપનારાં ખેરગામના અંકુર શુક્લએ આગેવાનોની હાજરીમાં લેખિતમાં માફી માંગતા મામલો થાળે પડયો છે. ખેરગામ પોલીસ મથકે અપાયેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ખેરગામ બજારમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી 28મી એપ્રિલે રાજ્ય સરકારે ગુજરાતનાં 29 શહેરમાં કરફ્યૂ લગાવવાનો આદેશ જારી કરતા સોશિયલ મીડિયા પર ચાલતા ‘ભાજપ ગ્રુપ ખેરગામ તાલુકા’ ગ્રુપમાં ખેરગામના અંકુર શુક્લએ નવસારી શહેરને બદલે સમગ્ર નવસારી જિલ્લામાં કરફ્યૂ લાગ્યાનો ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જેમાં વિનોદભાઈએ એક જાગૃત નાગરિક તરીકે અંકુરને ગ્રુપમાં મેસેજ કરી ફક્ત નવસારી શહેરમાં કરફ્યૂ છે, સમગ્ર જિલ્લામાં નથી એવો મેસેજમાં રીપ્લાય કરતા સામેવાળા રોષે ભરાયા હતા. વિનોદભાઇનાં ઘરે પહોંચી જઈ તેમનાં પત્નીને વિનોદ ક્યાં છે એને મારી નાંખીશ એમ કહી ધમકી આપી હતી.

આ મામલો ખેરગામ પોલીસ મથકમાં પહોંચતા આખરે આગેવાનોની હાજરીમાં અંકુર શુક્લે લેખિત માફી માંગી હતી. ઉપરાંત તેણે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં અપમાનજનક શબ્દો લખ્યા હોઈ પોતે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં માફીપત્ર મૂકી પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકારી લીધું હતું. તેમજ ફરી વખત આવું કોઈ પણ કૃત્ય ન થાય તેની પણ બાંહેધરી આપતાં આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો