તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાની આશંકા:ખેરગામના આછવણીમાં દુકાનના બાંધકામમાંથી યુવકની લાશ મળી

ખેરગામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • યુવાન પાટી ગામનો રહીશ હોવાનું ખૂલ્યું

ખેરગામ તાલુકાના આછવણી ગામમાં દુકાનના બાંધકામ દરમિયાન પાટી ગામના યુવાનની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. મૃતક યુવાન દુકાનના બાંધકામમાં જોડાયેલો હતો. તેની લાશ મળતા પોલીસે કબજે લઇ તપાસ હાથ ધરી છે. ખેરગામ તાલુકાના આછવણી રાજપૂત ફળિયામાં વલસાડમાં રહેતા મોતીભાઈ પરાગભાઈ ટંડેલની આછવણી રાજપૂત ફળિયામાં આવેલી જગ્યામાં નવી દુકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં ગણદેવીના પાટી કોકર ફળિયામાં રહેતો હેમલભાઈ પ્રભુભાઈ પટેલ (ઉ.વ. 40) નવી બની રહેલી દુકાનના બાંધકામમાં મજૂરી કરી દુકાનમાં જ રહેતો હતો.

3જી મે સોમવારે અચાનક દુકાનમાં હેમલ પટેલની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ અંગે ખેરગામ પોલીસને જાણ કરાતા મહિલા પીએસઆઈ એસ.એસ માલ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. બાદ લાશનો કબજો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે મૃતકના ભાઈ સંજયભાઈ પ્રભુભાઈ પટેલે પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ એસ.એસ માલે જણાવ્યું હતું કે લાશનો કબજો મેળવી હાલ લાશનું પીએમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ હાલ મોતનું કારણ જાણી શકાયું નથી પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો