તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:આછવણીના 55 વર્ષીય આધેડનું ઓક્સિજન લેવલ 44 ગયા બાદ 20 દિવસમાં કોરોનાને હરાવ્યો

ખેરગામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અખબાર વિતરક લલ્લુ કાકા સ્વસ્થ થઇ પરત ફરતા તેમનું સ્વાગત કરાયું

આછવણીના ભુરુલ ફળિયામાં રહેતા અને ખેરગામમાં રાત્રિ ચોકીદારી કરી સવારે પરત થતા રુઝવણી આછવણી ૫ણંજ સહિતના ગામોના રહીશોને દૈનિક પત્રો પહોંચાડતાં લલ્લુભાઈ નિછાભાઈ પટેલ (ઉ.વ. 55)ના કુટુંબમાં વાયરલ તાવ ફેલાયો હતો. તપાસમાં સભ્યો નેગેટિવ આવ્યા પરંતુ લલ્લુભાઈનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 20 દિવસના સંઘર્ષ પછી કોરોનાને હરાવી તેઓ સ્વસ્થ બની ઘરે આવ્યા હતા. ખેરગામ રેફરલના તબીબે તેમની તપાસ કરતા પ્રાણવાયુનું સ્તર ખૂબ જ ઓછું 44 જેટલું હતું, જેથી ખેરગામ ઈમરજન્સી વોર્ડમાં તેમને પ્રાણવાયુ આપવાનું શરૂ કરી 108માં તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કપરાં સંજોગોમાં હિંમત હાર્યા વિના સ્વામિનારાયણ ભક્તે સારવાર કરાવી, વીસ દિવસના સંઘર્ષ બાદ પ્રાણવાયુ સ્તર સામાન્ય થતા તેમને રજા આપતા ફળિયામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લલ્લુભાઈ છેલ્લા વીસેક વર્ષથી જ્યોતિબેન મિસ્ત્રી દૈનિક પત્રના વિક્રેતાને ત્યાં સેવા બજાવે છે અને છાપું લેનારા દરેકને સેવા આપે છે. રોજના 40થી વધુ કિલોમીટર વિષમ ઋતુમાં પણ સાયકલિંગ કરતા હોય, તંદુરસ્તી સારી રહે છે છતાં સંક્રમણ ક્યાંથી લાગ્યું એ પ્રશ્ન છે. તેઓ સિવિલમાં દાખલ થવા પણ તૈયાર ન હતા, પરંતુ ખેરગામના જાગૃત નાગરિક વિનોદભાઈની સમજાવટથી એકલા જવા રાજી થયા અને વલસાડ સિવિલની વિનામૂલ્યે સારી સારવારથી સાજા થઈને પરત ઘર ભેગા થયા હતા.આમ પ્રબળ ઈચ્છાશક્તિ અને ભક્તિથી તેમણે કોરોનાને હરાવ્યો હતો. આવા અનેક વૃદ્ધ સહિતના કોરોના દર્દીઓએ કોરોનાને હિંમતભેર માત આપી સાજા થઇ ઘર ભેગા થયા છે ત્યારે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી સંક્રમણથી બચવા તમામે કાળજી રાખવી અનિવાર્ય બન્યું છે. જીંદગી જીતી પરત ફરેલા લલ્લુ કાકાને ગ્રામવાસીઓએ વધાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો