તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાતની પુળીમાં દારૂ:રૂમલામાં 1.29 લાખના દારૂ સાથે ટેમ્પો ઝડપાયો, ચાલક ફરાર

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા રૂમલા ચીકારપાડા પુલ પાસેથી ટેમ્પોમાં ડાંગરના પુળીની આડમાં લઇ જવાતો 1.29 લાખ નો વિદેશી દારૂ અને ટેમ્પો સાથે રૂ. 4.29 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.આ ઘટનામાં ટેમ્પો ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો.

ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મળેલી બાતમીના આધારે રૂમલા ચીકાર પાડા પુલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેનો અટકાવવા ઈશારો કરતા પોલીસને જોઈ ટેમ્પોને રોડની સાઈડે ઉભો રાખી ચાલક ખેતરની વાડીમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો. ટેમ્પોમાં ભરેલી ડાંગરની પુળીઓ ખાલી કરી તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વગરનો વિદેશી દારૂની કુલ 2064 નંગ બોટલ કિંમત 1,29,600 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પો કિંમત ૩ લાખ મળી કુલ રૂ. 4,29,600નો મુદ્દામાલ કબજે કરી ખેરગામના મહિલા પીએસઆઇ એસ.એસ.માલે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો