રજુઆત:ચીખલી ITI કોલેજના પ્રાધ્યાપિકા સામે પગલાં ભરો-આદિવાસી સમાજ

ખેરગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગેવાનોની ITI કોલેજના પ્રાધ્યાપિક સામે કાયદેસર પગલાં ભરવા માંગ - Divya Bhaskar
આગેવાનોની ITI કોલેજના પ્રાધ્યાપિક સામે કાયદેસર પગલાં ભરવા માંગ
  • સહકર્મીઓ માટે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો

ચીખલી આઇટીઆઇ કોલેજના પ્રાધ્યાપિકા દ્વારા સહ કર્મીઓ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોય આ પ્રાદદ્યાપિકા સામે પગલા ભરવા આદિવાસી સમાજે માગ કરી છે.

ચીખલી આઈ.ટી.આઈ. કોલેજ ખાતે પોતાના સહ કર્મચારીઓને સોશિયલ મીડિયામાં ખુબ જ અભદ્ર અને એક શિક્ષકને શોભે નહીં એવી ભાષાનો પ્રયોગ કરનાર મહિલા અધ્યાપક પ્રીતિબહેન પટેલ વિરુદ્ધ આચાર્યને ફરિયાદ આપવા આદિવાસી સમાજના આગેવાનો ડો. નિરવ ભુલાભાઇ પટેલ,ડો. દિવ્યાંગી પટેલ પંકજ પટેલ BTTS મહામંત્રી,પંકજ પટેલ, BTTS પ્રમુખ, નવસારી, ઉમેશભાઈ પટેલ- વાડ રૂઢિગ્રામ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મિન્ટેશ પટેલ, નાનુભાઈ પટેલ હિરેન પટેલ, વિષ્ણુ પટેલ, જયેશ પટેલ વિકાસ અધિકારી, એલ. આઈ.સી., મુકેશ આર્મી, અશોકભાઈ પત્રકાર, હિમાંશુ પટેલ- બીલીમોરા,હિતેષ પટેલ રાનવેરી, શીલાબેન, નીતાબેન, બીનાબેન, જીગરભાઈ, મયુરભાઈ, જયાબેન સહિતના અન્ય મોટી સંખ્યામાં ભેગા થયા હતાં.

આ મહિલા અધ્યાપક વિરુદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અને એમના અને કોઈ અંગત કે અન્ય કારણોસર જો આ શિક્ષિકા માનસિક રીતે ડિસ્ટર્બ હોય તો એમને થોડો સમય રજા પર ઉતારી દેવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...