તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ખેરગામમાં 15મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવા સરપંચોની પ્રાંતને રજૂઆત

ખેરગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ગ્રામ પંચાયતોના બેન્ક ખાતામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જમા થયેલી ગ્રાન્ટ બાબતે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈનના અભાવે સરપંચોને ગ્રાન્ટ વાપરવા મંજૂરી હજુ મળી નથી. જે અંતર્ગત તાલુકાના સરપંચોએ આ ગ્રાન્ટ વાપરવા મંજૂરી આપવા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતો દ્વારા 15મા નાણાંપંચની ગ્રાન્ટોમાંથી વિવિધ વિકાસના કામોની કામગીરી ચાલી રહી છે.

આ 15મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ પંચાયતના બેન્કના ખાતામાં 4 જેટલા હપ્તા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જમા કરાવવામાં આવ્યા હતા પરંતુ કોઈપણ પ્રકારની સ્પષ્ટ ગાઈડલાઇન નહીં હોવાના કારણે સ્થાનિક સરપંચોને આ ગ્રાન્ટ વાપરવા માટે મંજૂરી અપાતી નથી. છેલ્લા 1 વર્ષથી આ ગ્રાન્ટ પણ વાપરાયા વિના પડી છે, જેના કારણે ગ્રા.પં.ના વિકાસના કામો રુંધાઇ રહ્યા છે.

આવનારા સમયમાં ગ્રા. પં.ની ચૂંટણી આવી રહી છે અને આવા સંજોગોમાં આ ગ્રાન્ટ વાપરવા અને ફરી વિકાસના કામો કરવાની તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ એવું સરપંચોનું માનવું છે. વિકાસના કામોને વેગ આપવા તાત્કાલિક સરપંચને 15મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવાની મંજૂરી આપેે તે માટે સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...