નિર્ણય:ખેરગામમાં GPSC સહિતની પરીક્ષાઓ માટે છાત્રોને વિનામૂલ્યે તાલીમ અપાશે

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે જનતા હાઈસ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

ખેરગામમાં વિવિધ વર્ગની પરીક્ષાઓ માટે રવિવારે જનતા હાઈસ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આવેલા યુવાનોને વિવિધ ક્ષેત્રના આગેવાનો તજજ્ઞોએ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં ખેરગામમાં વિવિધ વર્ગની પરીક્ષાનું તાલીમ સેન્ટર શરૂ કરી વિનામૂલ્યે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખેરગામના પ્રાધ્યાપક નિરલ પટેલ, ડો.નિરવભાઈ પટેલ, સંજય પટેલ તેમજ અરવિંદભાઈ પટેલ, જીગ્નેશ પટેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજરાત જાહેર સેવા આયોગ (વર્ગ-1 અને 2) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (પોલીસ કોન્સ્ટેબલ, બિનસચિવાલય અને અન્ય વર્ગ-3) સહિતની તમામ પરીક્ષાની તૈયારી માટે તજજ્ઞો દ્વારા સેમિનારનું આયોજન જનતા માધ્યમિક શાળા ખેરગામમાં કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વર્ગના ઉમેદવારોને પરીક્ષાલક્ષી મારદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરમાં નાયબ કલેકટર ડો.વિશાલ યાદવ, ડો.નિરવ પટેલ, તા.પં. પ્રમુખ રક્ષાબેન પટેલ, ડે. ઈજનેર મયુરભાઈ પટેલ, જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, જયેશભાઇ પટેલ સહિતના આગેવાનોએ યુવાનોને વિવિધ પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને physical training INDIAN આર્મીના જાંબાઝ સેવા નિવૃત જવાનો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ખેરગામ તેમજ આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો તેમજ આગામી દિવસોમાં દર રવિવારે તાલીમ સેન્ટર શરૂ કરી વિનામૂલ્યે તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પ્રા. નિરલ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...