તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખેરગામ કોલેજ પહોંચવા છાત્રાેને મુશ્કેલી, ST બસ શરૂ કરવા માગ; ઢોલુમ્બર-વલસાડ રૂટની બસ ચાલુ કરો

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામમાં કોરોના કાળમાં બંધ રહેલી શાળા-કોલેજો ફરી શરૂ થતાં કોલેજના વિદ્યાર્થીઓને વહેલી સવારના સમયે ખેરગામ દશેરા ટેકરી સુધી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઢોલુમ્બર વલસાડ રૂટની એસટી બસ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કોલેજના આચાર્ય સંજયભાઈ પટેલે વલસાડ ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરી હતી.

સરકારી વાહન વ્યવારનો લાભ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓને મળે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વલસાડ એસટી ડેપો સંચાલિત ખેરગામના રૂટ પર અનેક બસ દોડાવવામાં આવે છે પરંતુ કોરોના કાળમાં એસટી બસ બંધ થયા બાદ ફરી ચાલુ નહીં થતા શાળા અને કોલેજો શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને સમયસર શાળા-કોલેજોમાં પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે. આગામી સમયમાં પરીક્ષા આવી રહી છે ત્યારે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ સમયસર કોલેજમાં નહીં પહોંચે તો કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહી જવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે ઢોલુમ્બર વલસાડની એસટી બસ શરૂ કરવામાં આવે તો ધામધુમા, નડગધરી, પાણીખડક, આછવણી, રૂઝવણી સહિત ગામના કોલેજના વિદ્યાર્થીઓને વહેલી સવારના સમયે ખેરગામ દશેરા ટેકરી સુધી પહોંચવામાં રાહત થઈ શકે તેમ છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્ય સંજયભાઈ પટેલને રજૂઆત કરતા આચાર્યએ વલસાડ એસટી ડેપો મેનેજરને ઢોલુમ્બર અને વલસાડ રૂટની બસ સેવા શરૂ કરવા લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો