ખુશી:દ.ગુ.ની કેટલીક કંપનીએ 35 થી 45 હજાર બોનસ ચુકવતા શ્રમિકોની દિવાળી સુધરી

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદાર નેતા આરસી પટેલના પ્રયાસથી કંપની- શ્રમિકો વચ્ચે સુખદ સમાધાન

દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરથી ઉમારગામની ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા 20 વર્ષથી સફળ કામદાર પ્રવૃત્તિ કરી છેવાડાના લોકોની પડખે અડીખમ ઉભેલા કામદાર નેતા આરસી પટેલે હાલમાં જ દિવાળીના દિવસોમાં રૂપિયા 35 થી 45 હજાર સુધી બોનસની કામદારોને અપાવતા દક્ષિણ ગુજરાતના શ્રમિક વસાહતમાં ભારે આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો છે. કામદાર નેતા આરસી પટેલના પ્રયાસોથી વિવિધ કંપનીના કામદારોને દિવાળી પહેલા બોનસનો લાભ મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ પીડીલાઈટના શ્રમિકોને સરેરાશ 45000 રૂપિયાનું બોનસની ચુકવણી કરાઇ હતી.

આ સાથે જ વાપીની યેલો કલરના કામદારોને સરેરાશ 25 થી30 હજાર પ્રતિ બોનસની ચુકવણી થઈ ગઈ છે.ગુંદલાવની પ્રાઈઝ પંપ કંપનીના કામદારોને 15 ટકા બોનસની ચુકવણી કરવામાં આવી હતી.બીલીમોરાની એસી કંપનીના કામદારોને દશેરા પહેલા 8.33 ટકા બોનસની ચુકવણી કરાઈ હતી. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ કામદારોને 8.33 ટકા બોનસ પેટે ઓક્ટોબરના અંતમાં બોનસ ચૂકવવાનું નક્કી કરાયું છે.

કામદાર નેતા આરસી પટેલે પ્રવર્તમાન સંજોગો અને મોંઘવારીના સમયમાં દિવાળીના સપરના દિવસોમાં બોનસ પેટે જંગી રકમ કામદારોને અપાવતા ભારે ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.શ્રમિકોને આવા સંખ્યાબંધ સમાધાનોથી દ.ગુ. કામદાર આલમમાં ખુશીની લહેર જોવા મળે છે.છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઇ ઉદ્યોગોમાં મદીનો માહોલ પ્રસરી ગયો હતો. ગયા વર્ષે આ સ્થિતિમાં ઘણા ઉદ્યોગોએ બોનસ તો ઠિક કેટલાક માસનો પગાર પણ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...