તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:તબીબોનું કાળીપટ્ટી ધારણ કરી મૂક-વિરોધ પ્રદર્શન

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના જેવી મહામારીમાં પોતાના જીવની અને પરિવારની પરવાહ કર્યા વગર સતત કામ કરી રહેલ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પર વધી રહેલ હિંસક બનાવો સામે દેશના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી સેવ ધ સેવિયર્સના પ્લેકાર્ડ દર્શાવી મુકવિરોધ પ્રદર્શન કર્યુ હતું. તબીબોએ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. વલસાડ જિલ્લા આઇએમએના ડોકટરો, સરકારી તબીબો, મેડિકલ સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન ડોકટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આ પ્રસંગે ખેરગામના તબીબ અને વલસાડ આઇએમએના પ્રેસિડેન્ટ ડો.નિરવ ભુલાભાઈ પટેલે પણ ખેરગામની ચીંતુબા હોસ્પિટલમાં પોતાના સ્ટાફ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોઇપણ ડોકટરો પોતાના દર્દીઓ જીવ ગુમાવે એવુ ક્યારેય ઈચ્છતા નથી પરંતુ અત્યંત ગંભીર હાલતવાળા દર્દીઓ અથાક મહેનત પછી પણ બચી શકતા નથી ત્યારે ફરજ પર હાજર તબીબો- પેરામેડિકલ સ્ટાફ પર હિંસક હુમલા એ ક્યારેય સ્વીકાર્ય નથી, કારણ કે અમે પણ માણસો જ છીએ અને અમારી પણ મર્યાદાઓ છે.

કોરોનામાં દેશભરમા 1200થી વધુ તબીબોએ લોકોના જીવ બચાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને આ વાત દેશના 99 ટકા લોકો સારી રીતે સમજે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો સમજી શકયાં નથી તો એવા લોકોમાં કડક સંદેશ જાય અને હવે પછી કોઈપણ હિંસક બનાવો સામે તબીબો સાંખી લેશે નહીં અને આવા અસામાજિક તત્વોનો ડામવા કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે એવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...