તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળ બાદ ખેરગામ તાલુકામાં શાળા કોલેજો શરૂ થઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેરગામ ખાતે શાળા કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓને એસટી બસના અભાવે શાળા કોલેજોમાં પહોંચવા મુશ્કેલી વેઠવી પડે છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ સાંજે શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચવા ખાનગી છકડાનો સહારો લેવો પડે છે.
કોરોનાકાળમાં શાળા કોલેજોના લાંબા વેકેશન બાદ કોરોના કેશોમાં ખાસ્સો ઘટાડો થતા સરકારે શિક્ષણ કાર્ય ફરી ધમધમતું કરવાનો નિર્ણય કરતા ધીરે ધીરે કોલેજ તેમજ શાળાઓમાં શિક્ષણ કાર્ય પૂર્વવત થઈ રહ્યું છે. ખેરગામ ખાતે પણ શાળા અને કોલેજો શરૂ થઈ છે, પરંતુ કોરોનાકાળ દરમ્યાન બંધ થયેલી એસટી બસના રૂટો પૈકી કેટલાક ગ્રામ્ય વિસ્તારના રૂટો ઉપર હજુ સુધી એસટી બસ શરૂ નહીં વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે.
વલસાડથી 16.20 કલાકે ઉપડતી ખેરગામ-પાટી બસને અચાનક ખેરગામ સુધી ટૂંકાવી દેતા ખેરગામ હાઈસ્કૂલના અને પાટી જનારા મુસાફરો પાસ હોવા છતાં રઝડે છે અને આ રૂટ ઉપર આવેલ ગામડાના વિદ્યાર્થીઓ છકડામાં જવા મજબુર બન્યા છે. આ બસ સેવાને ફરી પાટી સુધી લંબાવવામાં આવે એવી વિદ્યાર્થી અને મુસાફરોની માંગ છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી આવી સ્થિતિ રહેતા મુસાફરો અકળાઇ ઉઠ્યા છે. વહેલી તકે નિર્ણય ન લેવાય તો રોજીંદા મુસાફરો અને વિદ્યાર્થીઓ આંદોલનનું શસ્ત્ર ઉગામશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઢોલુમ્બર-ખેરગામ બસ માટે આચાર્યની વલસાડ એસટી વિભાગમાં પુન: રજૂઆત
ખેરગામ કોલેજના આચાર્યએ વલસાડ વિભાગીય નિયામકને રજૂઆત કરી ઢોલુમ્બર ખેરગામ કોલેજ બંધ બસ સેવા શરૂ કરવા જણાવ્યું હતું. જેમાં વિભાગીય નિયામકે તા.30.01ના પત્રાંક વલસાડ ડેપોને બસ સેવા શરૂ કરવા જણાવેલું પરંતુ ઘણા દિવસ થવા છતાં બસ શરું ન થતા આચાર્ય સંજય પટેલે જણાવ્યું હતું કે, બુધવારે તેમણે એસટીના અધિકારી સાથે વાત કરી તો તેમણે ઢોલુમ્બર બસ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે તે ક્યારથી શરૂ થશે તે અંગે ફોડ પાડવામાં આવ્યો નથી.
50 છાત્ર બસ બંધ થતાં મુશ્કેલી વેઠી રહ્યાં છે
વલસાડ ડેપોની પાટી જતી બસ ચારેક દિવસથી બંધ થતાં સાંજે ઘરે પહોંચવા દશેરા ટેકરી સુધી ચાલતા જવું પડે છે,અને ત્યાંથી છકડો કે જે કઈ મળે તેમાં ઘરે સુધી પહોંચવા ઘણો સમય નીકળી જાય છે.આ રૂટના 40 થી 50 વિદ્યાર્થીઓ બસ બંધ થતાં મુશ્કેલી વેઠી રહ્યાં છે.બસસેવા જલ્દી શરૂ થાય એવી અમારી વિદ્યાર્થીઓની માંગ છે. > કેવલ પટેલ, વિદ્યાર્થી, ડેબરપાડા
બસ ફરી શરૂ થાય તે માટે મેનેજરનું ધ્યાન દોરીશુ
બસ સેવા સવારે વિદ્યાર્થીઓ અને નોકરિયાત માટે ઉપયોગી વલસાડ ડેપોની સવારની ઢોલુમ્બર બસ શાળા-કોલેજ અને નોકરિયાતો માટે ઉપયોગી છે. હવે શાળા કોલેજ શરૂ થઈ ગઈ છે તો કોલેજ જવા વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે. બસસેવા પુનઃ શરૂ થાય તે માટે ડેપો મેનેજરને લેખિત અને મૌખિક રજુઆત કરી ધ્યાન દોરવામાં આવશે. જેથી શક્ય તેટલી વહેલી તકે બસ સેવા શરૂ થઇ શકે.> મોહનભાઇ ગાવીત, માજી સરપંચ, ઢોલુમ્બર
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.