તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાન:ખેરગામના ભૈરવી તાડ ફળિયાના રહીશો ચોમાસા ટાણે વીજળીની સમસ્યાથી પરેશાન

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15થી 20 વર્ષ જૂની લાઇન, સ્થાનિકોએ વીજ કંપનીની કચેરીમાં અધિકારીઓને રજૂઆત કરી

ભૈરવી ગામના તાડ ફળીયા ખાતે વિજલાઈનમાં ફોલ્ટ થવાના કારણે અનેક વખત વીજળી આવજાવ કરતા લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ચોમાસા દરમ્યાન ફળીયા લોકોને પડતી તકલીફ દૂર કરવા સ્થાનિક રહીશ દ્વારા ખેરગામ વીજ કંપનીની કચેરીમાં અધિકારીને રજુઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

ખેરગામ તાલુકાના ભૈરવી તાડ ફળિયામાં વારંવાર વીજલાઈનમાં ફોલ્ટ થવાથી વીજ કપાય જતા લાઈટ ન મળવાની સમસ્યા ઉભી થતા ફળીયાના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીંથી વીજ લાઈન બીજા ફળિયા ખાતે લઈ ગયેલ હોય,જેમાં બે જ ઘર છે તથા વીજલાઈન અંદાજીત અડધો કિમી દુર જંગલ વિસ્તારમાંથી પસાર થયેલ છે,જ્યાં વારંવાર ચોમાસા દરમ્યાન વીજલાઈનમાં ફોલ્ટ થાય છે.જેના કારણે ઘરોમાં લાઈટ ન મળવાથી વારંવાર સમસ્યા ઉભી થાય છે.

ફળિયામાં એક જ પાણીની ટાંકી હોય,લાઈટ ન રહેવાને કારણે કેટલીક વાર પાણી મેળાવવમાં તેમજ ઢોરોને પીવાનું પાણી પૂરું પાડવામાં મુશ્કેલી સર્જાય છે. આ ફળિયાની વીજલાઈન છૂટી કરી કેબલ નાખી આપવા વીજ કંપનીના અધિકારીને માંગ કરવામાં આવી છે. અવર નવર વીજ સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાવાઝોડાથી તકલીફ
આ લાઇન પંદર વિસ વર્ષ જૂની છે,આંબા સહિતના ઝાડોમાંથી લાઇન ગયેલ હોવાથી વાવાઝોડું આવે ત્યારે જ તકલીફ ઉભી થાય છે.અમારા સ્ટાફના માણસો ત્યાં સ્થળ ઉપર ગયા હતા,અને નજીકથી લાઇન નાખવા માટે સ્થાનિક જમીન માલિકોને કહ્યું પણ હતું,પરંતુ કોઈ તૈયાર થયા ન હતા.
>એ.કે .પટેલ,ડે. ઈજનેર ખેરગામ

ખેરગામમાં મન કી બાત શરૂ થવાના સમયે વીજ ડુલ થતા મોબાઈલથી પ્રોગ્રામ નિહાળાયો
​​​​​​​ તા.27 જુન-21 એ 78 મો સંબોધન મણકો પ્રસારિત થયો જેના માટે ભાજપ મીડિયા સેલનો રાજ્યવ્યાપી કાર્યકર્તાઓને જોવા માટેનો આદેશ હતો. ખેરગામ ખાતે મનકી બાત નીહાળતી વખતે જ 11-06 કલાકે વિજળી ડૂલ થઈ જતા કાર્યકરો અને અન્ય નાગરિકોએ મોબાઇલમાં નૅટ દ્વારા કાર્યક્રમને જોઈને સંબોધન માણ્યું હતું. જેમાં કોરોનાના રસીકરણ અભિયાન પર વિશેષ ભાર મુકાયો અને સ્વર્ગસ્થ મિલ્ખા સિંહ, ગુરુપ્રસાદ મહાપાત્રાને શ્રદ્ધાંજલિ આપી 15મી ઓગસ્ટથી આઝાદીનાં 75 વર્ષનો અમૃત મહોત્સવ શરૂ થઇ રહ્યો છે તેની જાણકારી PM મોદીએ લોકોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...