ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 7.70 કિમી.ના પાંચ રસ્તા પૈકીના ખેરગામ રામજી મંદિર પાછળના લિંક રોડનુ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલે 14મી નવેમ્બરે ખાતમુહૂર્ત કર્યું હતું. જેનું નવિનીકરણ 8મી જાન્યુઆરીએ સંપન્ન થતાં હજારો વાહનચાલકોને રાહત થઇ છે. રસ્તાની કામગીરી દરમિયાન બજારમાં ટ્રાફિકનું ભારણ વધતા લોકોએ હાલાકી વેઠવી પડી હતી.
ખેરગામ રામજી મંદિર પાછળના બાયપાસ થઈને જનતા હાઈસ્કૂલ પાસે વલસાડ માર્ગને જોડતો 1 કિમીનો અતિ ઉપયોગી જોડાણ માર્ગ 23 લાખની માતબર રકમથી તૈયાર થયો છે. રસ્તાની કામગીરી દરમિયાન ત્રણ દિવસ આ રસ્તો બંધ રહેતા મોટાભાગના વાહનો ખેરગામ બજારમાંથી દોડતા બજારમાં ત્રણેય દિવસ ટ્રાફિક રહ્યો હતો. ચીખલી પંચાયત મા-મ પેટા વિભાગના મદદનીશ ઈજનેર મયુર પટેલે પોતાની અંગત દેખરેખ હેઠળ રસ્તાનું કામકાજ હાથ કરાવ્યું હતું.
ઘણા વર્ષો બાદ રસ્તાનું નવિનીકરણ થતા રાહદારીઓ રાહતની લાગણી અનુભવી હતી. મજબૂત અને પાણી નિકાલયુક્ત માર્ગ બન્યો હોય વર્ષો સુધી વપરાશકારોને રાહત થશે એવી આશા સેવાઇ રહી છે. શનિવારની સાંજથી વાહનચાલકોને વપરાશ માટે માર્ગ ખુલ્લો કરતા વાહનચાલકો પણ ખુશી અનુભવી હતી. હવે રામજી મંદિર પાછળથી બાવળી ફળિયા જતા બિસમાર માર્ગનુ નવિનીકરણ શરૂ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.