સુવિધા:ખેરગામ લિંક માર્ગના નવીનીકરણથી હજારો વાહન ચાલકોને નવી સુવિધા

ખેરગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.7 કિમીના પાંચ રસ્તા પૈકી રામજી મંદિર રોડ પૂર્ણ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 7.70 કિમી.ના પાંચ રસ્તા પૈકીના ખેરગામ રામજી મંદિર પાછળના લિંક રોડનુ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલે 14મી નવેમ્બરે ખાતમુહુર્ત કર્યું હતું,જેનું નવીનીકરણ 8મી જાન્યુઆરીએ સંપન્ન થતાં હજારો વાહનચાલકોને રાહત થઇ છે. રસ્તાની કામગીરી દરમ્યાન બજારમાં ટ્રાફિકનું ભારણ વધતા લોકોએ હાલાકી વેઠવી પડી હતી.

ખેરગામ રામજી મંદિર પાછળના બાયપાસ થઈને જનતા હાઈસ્કૂલ પાસે વલસાડ માર્ગને જોડતો એક કિમીનો અતિ ઉપયોગી જોડાણમાર્ગ 23 લાખની માતબર રકમથી તૈયાર થયો છે.રસ્તાની કામગીરી દરમ્યાન ત્રણ દિવસ આ રસ્તો બંધ રહેતા મોટાભાગના વાહનો ખેરગામ બજારમાંથી દોડતા બજારમાં ત્રણેય દિવસ ટ્રાફિક રહ્યો હતો.ચીખલી પંચાયત મા-મ પેટા વિભાગના મદદનીશ ઈજનેર મયુર પટેલે પોતાની અંગત દેખરેખ હેઠળ રસ્તાનું કામકાજ હાથ કરાવ્યું હતું.

ઘણા વર્ષો બાદ રસ્તાનું નવીનીકરણ થતા રાહદારીઓ રાહતની લાગણી અનુભવી હતી.અને મજબૂત અને પાણી નિકાલયુક્ત માર્ગ બન્યો હોય વર્ષો સુધી વપરાશકારોને રાહત થશે એવી આશા સેવાય રહી છે.શનિવારની સાંજથી વાહનચાલકોને વપરાશ માટે માર્ગ ખુલ્લો કરતા વાહનચાલકો પણ ખુશી અનુભવે છે. હવે રામજી મંદિર પાછળથી બાવળી ફળીયા જતા બિસ્માર માર્ગનુ નવીનીકરણ શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...