સમસ્યા:ઓમાનથી દેશ પરત ફરેલા શ્રમિકોને નાણાં પરત અપાવો

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ઘણા કામદારો રોજગાર માટે અખાતના દેશોમાં ગયા હતા. ભારતીય કામદારો અખાતના દેશોમાં આર્થિક મુશ્કેલી સાથે ફસાઈ જતાં ઇન્ડિયન એમ્બેસીની મદદથી પાછા આવી રહ્યા છે. નવસારી જિલ્લાના કામદારો પણ લોકડાઉન દરમિયાન ફસાઈ ગયા હતા. ખેરગામના ભૈરવી ગામના સુરેશભાઈ પટેલ, ખેરગામના આછવણીના હસમુખ પટેલ, ચીખલીના રૂમલાના વિનોદરાય લાડ, ચીખલીના મોગરાવાડીના જિગરભાઈ પટેલ, ચીખલીના સીયાદાના અશ્વિનભાઈ પટેલ, ખેરગામના ગોવિંદભાઈ પટેલ, ગણદેવીના ખાપરવાડાના ગણપતભાઈ પટેલ ઓમાનની એક કંપનીમાં વર્ષોથી મિસ્ત્રીકામ કરી ફરજ બજાવતા હતા પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીમાં કંપનીએ કામ બંધ કરી દીધું હતું. અને કામદારોને એક મહિના સુધી બેસાડી રાખ્યા હતા. આ તરફ સ્થિતિ થાળે પડે એવું લાગતું ન હોવાથી કામદારોએ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો અને તેઓ ભારત હેમખેમ પરત ફર્યા હતા. જોકે કંપનીએ સર્વિસ અને લોકડાઉન દરમિયાનનો પગાર પણ ચૂકવ્યો ન હતો. આથી પરિશ્રમનાં નાણાં પરત અપાવવા માટે ખેરગામના મામલતદારને રજૂઆત કરી હતી. એ સાથે નવસારી કલેક્ટર અને વિદેશમંત્રીને આવેદનની નકલ રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...