તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખેરગામમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ગટરની સાફસફાઇ

ખેરગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ

ખેરગામ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો અગાઉ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારમાં ખુલ્લી પાકી ગટર બનાવવામાં આવેલી છે. જેમાં કેટલીક જગ્યાએ ડ્રેનેજનું ગંદુ પાણી પણ વહેતુ જોવા મળે છે. હાલ ચોમાસાની મોસમ આગામી દિવસોમાં શરૂ થવાની હોય પંચાયત દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ગામની તમામ વરસાદી ખુલ્લી ગટરની સફાઈ કરવા મજૂરો કામે લગાડી દેવામાં આવ્યા છે. જેની શરૂઆત હાલમાં બજાર વિસ્તારથી કરવામાં આવી છે. બજારમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ગટરમાં પાણી બરાબર વહેતુ થાય તે માટે મજૂરો દ્વારા મોટી માત્રામાં કચરો-કાદવ બહાર કાઢવામાં આવ્યો હતો.

ઈન્ચાર્જ સરપંચ કાર્તિક પટેલના જણાવ્યા મુજબ ખેરગામ વિસ્તારમાં હાલ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ગટરની સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈનું કાર્ય પૂરું થાય પછી ગામમાં કાચા રસ્તા ઉપર જીએસબી તેમજ મોરમ નાખી ચોમાસા દરમિયાન અવરજવર સરળ રહે તે માટે રસ્તા વ્યવસ્થિત કરાશે. દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી કરાય છે પરંતુ અમુક વિસ્તારોમાં ઘરોને લગોલગ વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે આ પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...