માંગ:કોવિડમાં મૃત્યુ પામેલાના પરિવારોને નોકરી સહાય આપો, ખેરગામ કોંગ્રેસ

ખેરગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

નવસારી જિલ્લામાં પણ કોવિડ-19 ન્યાય યાત્રાનું આયોજન ખેરગામમાં થયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા પ્રમુખ સશીન પટેલ, સરપંચ ઝંખનાબેન સહિત વોર્ડના સભ્યો વિવિધ ગામના સરપંચો હાજર રહી લેખિતમાં મૃતકોના પરિવારને સહાય આપવા રજૂઆત કરાઈ હતી.

ખેરગામ તાલુકાના મામલતદારને ઉદ્દેશીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે હાલના કટોકટીભર્યા સમયમાં કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના 3 લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખોની ઉઘાડી લૂંટ ચલાવામાં આવી, મૃતક પરિવારો સાથે ક્રૂર મજાક કરી છે,

એક બાજુ સરકાર મોતના આંકડા છૂપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી, મૃતકના આધાર-પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવતી નથી, મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બિમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહતના 4 લાખ રૂપિયા ચૂકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન–હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને ચાર લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

કોવિડ યાત્રાનો હેતુ માત્ર મદદ કરવાનો છે
કોવિડ-19 યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવિડ-19 ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે કોવિડ -19થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બિલની રકમની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવિડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન અથવા પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણી દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે. - ધર્મેશ ભીમભાઈ પટેલ, કન્વિનર, કોંગ્રેસ કોવિડ યાત્રા

અન્ય સમાચારો પણ છે...