તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ખેરગામમાં 3 દિવસથી દીપડો નજરે ચડતા લોકો ભયગ્રસ્ત

ખેરગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ખેતરમાં પાણી મુકવા ગયેલા મજૂરને દીપડો દેખાયો

ખેરગામ-પણંજ રોડ પર સરસિયા ફળિયામાં આવેલી એક વાડીમાં રાત્રિના સમયે ખેતરમાં પાણી મુકવા ગયેલા મજૂરને દીપડો જોવા મળ્યો હતો. વાડીમાં રહેતા મજૂર તેમજ ત્યાં પાળેલા પશુઓના માથે જોખમ તોળાય રહ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી દીપડો વાડીમાં રાત્રિના સમયે ફરી રહ્યો હોવાનું વાડીના માલિકે જણાવ્યું હતું.

ખેરગામના સરસિયા ફળિયામાં આવેલા દત્ત મંદિરની પાછળ અભિષેક રાવલની આંબાવાડી આવેલી છે,જ્યાં તેમણે પશુઓ પણ પાળેલા હોય મજૂર ત્યાં પશુઓની સંભાળ રાખે છે. રાત્રિના સમયે પાણીની મોટર ચાલુ કરવા ગયેલા મજૂરને દીપડાના પંજા દેખાય આવતા તેણે સામેની બાજુએ બેટરીની લાઈટ મારતા દીપડો ત્યાંથી પસાર થતો જોવા મળી આવ્યો હતો. જેનાથી ભયભીત થયેલા મજૂર ત્યાંથી રૂમની અંદર આવી ગયો હતો. તેણે સમગ્ર ઘટના પોતાના મલિક અભિષેક રાવલને જણાવતા તેમણે ચીખલી વન વિભાગને આ બાબતની જાણ કરી હતી.

વાડીના માલિકના જણાવ્યા મુજબ દીપડો વાડીમાં રાત્રિના સમયે ત્રણેક દિવસથી આવે છે અને પશુઓ બાંધેલા છે ત્યાં સામે આવી પશુઓને જોયા કરતો હોય પશુઓ કે મજૂર પર હુમલો થાય તે પહેલા વન વિભાગ દ્વારા આ દીપડાને ઝડપી પાંજરે પુરવાની કાર્યવાહી કરવામાં આવે તે માટે વન વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરતા તેમણે રવિવારે વાડીમાં પાંજરું ગોઠવવાની વાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો