ભાસ્કર વિશેષ:ખેરગામના આદિમજૂથ મહોલ્લામાં સૌપ્રથમવાર 4.20 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી થશે

ખેરગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેવર બ્લોક રસ્તાનું ખામુહૂર્ત થતા આદિમજૂથ પરિવારોમાં ખુશીની લહેર ઉઠી

ખેરગામ આછવણી રોડ ઉપર આવેલા આદિમજુથ ફળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી પેવર બ્લોક નાખવા માટેની માંગ ઉઠી હતી. આ અંગે કેટલાક સ્થાનિક આગેવાનોએ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પટેલ આદિમજુથના આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ એ.ટી.વી.ટી યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.અને 4.20 લાખના ખર્ચે પેવર બ્લોક ફાળવવામાં આવ્યા હતા.

જેનું આજ શનિવારના રોજ ખેરગામ આછવણી રોડ ઉપર આવેલા આદિમજૂથ ફળિયાના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પટેલ,તાલુકાના સભ્ય મોહિની બેન,ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર,ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેષ ખાંડાવાલા,જિલ્લા પંચાયતના માજી સભ્ય પ્રશાંતભાઈ પટેલ,જિલ્લા ભાજપ મંત્રી તર્પણ બેન વણકર,તાલુકાના સભ્ય મોહિની બેન,માજી સરપંચ કાર્તિકભાઈ પટેલ,ગ્રામ પંચાયત સભ્ય મહેશભાઈ ભાનુશાલી,નિશાતભાઈ પરમાર જીગ્નેશભાઈ પટેલ,આશિષભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.પેવર બ્લોક ની કામગીરી શરૂ કરવામાં આવતા આદિમજુથ ફળિયાના આગેવાનોએ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત તમામનો ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે ખુશી પણ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...