તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:ખેરગામના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામ તાલુકાના આછવણી ગામે ભક્તોમાં અનેરું મહાત્મય ધરાવતું પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ શિવભક્ત ધર્મચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મળસ્કે ભગવાન શિવનો અભિષેક કરવામાં આવ્યો હતો,તેમજ લોક કલ્યાણ માટે પાંચ કુંડી લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રના ભક્તોએ આહુતિ આપી હતી. આ પ્રસંગે ભજન કિર્તનની રમઝટ બોલવાઈ હતી. દમણના અનિલભાઈ અગ્રવાલ, અપ્પુભાઈ પટેલ, બિપીનભાઈ પરમાર, મયુરભાઈ પટેલ સહિતના અનેક ભક્તોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી. આશીર્વચન આપતા પરભુદાદાએ કહ્યું હતું કે વર્તમાન કોરોના મહામારીમાંથી લોકો ભયમુક્ત બને તે માટે ખાસ આજે પાંચ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો