તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરગામ તા.પં.ની સામાન્ય સભામાં વિવિધ કામાે બાબતે વિપક્ષની પસ્તાળ

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3 ગામો વંચિત છે

ખેરગામમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ રક્ષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં 15મા નાણાંપંચ, મનરેગા યોજના, કોવિડ-19મા કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાકી ગામો સહિતના વિવિધ પ્રશ્ને વિપક્ષ દ્વારા રજૂઆતો થઈ હતી.

ખેરગામ તા. પં.ના ભવનમાં યોજાયેલી સામાન્ય સભામાં ટીડીઓ રાહુલ પટેલ, નાયબ ટીડીઓ અશ્વિન પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ અલકાબેન પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા સહિત તા.પં.ના શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વિપક્ષ દ્વારા રજૂ થયેલા તાલુકાની પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નોમાં પાણી પુરવઠાના હેન્ડપમ્પ, 15માં નાણાંપંચની ગ્રાન્ટ બાબતે, તાઉતે વાવાઝોડા દરમિયાન થયેલી સરવેની કામગીરી બાબતે લોકોમાં ઉદ્દભવેલા અસંતોષ બાબતના પ્રશ્નો રજૂ કરાયા હતા.

કેટલ શેડની કામગીરી મનરેગા યોજનાની માહિતી, રી-સરવે રેકર્ડ પ્રમોલગેશનની કામગીરી, ગંભીર રોગથી પીડાતા દર્દીઓને મળતી સહાય બાબતના પ્રશ્નો તથા કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણમાં બાળકોને પડતી મુશ્કેલીના પ્રશ્નાે સભામાં ઉઠાવ્યાં હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3 ગામો યોજનાથી વંચિત છે તે માટે કાર્યવાહીમાં ઢીલાશ, બીપીએલ કાર્ડ અને સ્કોર માટે યોજનામાં પડતી મુશ્કેલી તેમજ કોરોના કાળમાં તાલુકામાં થયેલા કુલ મૃત્યુના આંકડા બાબતે પણ વિપક્ષ દ્વારા પ્રશ્નો રજૂ કરાયા હતા.

સામાન્ય સભા બે કલાકથી વધુ ચાલી હતી
ખેરગામમાં તાલુકા પંચાયતની આ સામાન્ય સભા બે કલાકથી વધુ સમય ચાલી હતી. વિપક્ષે રજૂ કરેલા તાલુકાના લોકોને લગતા વિવિધ પ્રશ્નો બાબતે સભા લાંબી ચાલી હતી. તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલે કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે ઉપલી કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...