તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:ખેરગામમાં 4 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નહીં, 3 જ દર્દીથી રાહત

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18+ની સંખ્યા 27000ની છે, જેમાં 8 ટકા જેટલું રસીકરણ

કોરોનાની બીજી લહેર બાદ હવે કેસોમાં ઘટાડો થતા જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલમાં પણ છેલ્લા પંદર દિવસમાં કોવિડવાળા દર્દીઓ એકલદોકલ હોય છે. છેલ્લા ચાર દિવસમાં એકમાત્ર મહિલા દર્દીને સિવિલમાં મોકલાયા હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું. હાલમાં પ્રાણવાયુ જરૂરી કોઈ દર્દી નથી, જેથી પ્રાણવાયુ મધ્યસ્થ રેષા પણ સ્થગિત કરાઇ છે અને જરૂરતમંદને કંસન્ટ્રેટરથી પ્રાણવાયુ આપી શકાય છે.

તાલુકા તબીબી અધિકારી ડો. ભરત પટેલના જણાવ્યા મુજબ દરરોજ રેપીડ અને RTPCR મળી કુલ 80-90 જેટલા ટેસ્ટિંગ થાય છે. તાલુકામા છેલ્લા ચારેક દિવસથી કોરોનાનો એકપણ કેસ આવ્યો નથી. 18+ની સંખ્યા 27000ની છે, જેમાં આઠ ટકા જેટલું રસીકરણ થયું છે. હાલમાં ત્રણ પ્રા.આ. કેન્દ્રમા વારાફરતી રસી મુકાય છે. જ્યાં 21 જૂનથી ખેરગામ કેન્દ્રમાં પણ અપાશે અને રસીનો જથ્થો પણ વધારે મળતાં સ્થળ પર આધાર કાર્ડ લઇને નોંધણી કરાશે.

તાવ, શરદી, ખાંસી સહિતના કેસ ઘટ્યાં
છેલ્લા કેટલાક દિવસથી કહેરગામ તાલુકામાં કોરોનાનું પ્રમાણ નહિંવત જેવું રહ્યું છે. એપ્રિલ-મેમાં જ્યાં હોસ્પિટલના તમામ 26 બેડ દર્દીથી ભરેલા હતા, ત્યાં હવે 3 જ દર્દી સારવાર લઈ રહ્યાં છે તેમજ ઓપીડીમાં તાવ, શરદી, ખાંસી સહિતના કેસોમાં પણ દર્દીઓની સંખ્યા ઘટી જતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...