સેવાસેતુ કાર્યક્રમ:નાંધઇ મંદિરે 40 વર્ષથી રાત્રી રોકાણ કરતી બીલીમોરા ડેપોની બસ પુનઃ શરૂ કરવા માગ

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાંધઇ ખાતે ખેરગામ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
નાંધઇ ખાતે ખેરગામ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
  • ખેરગામ તાલુકાના સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગના પ્રશ્નો રજૂ થયા

ગુપ્તેશ્વર મહાદેવ મંદીર નાંધઇ ખાતે ખેરગામ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એકમાત્ર તલાટી મીનાબેન પાંચ ગામનો હવાલો સંભાળતા હડતાલમાં જોડાયા હોય અરજદારોની સંખ્યા ઘટી જતાં 656 અરજીઓનો સ્થળ પર નિકાલ થયો હતો. જ્યારે નાધઇ ગામે 40 વર્ષથી દોડતી અને રાત્રી રોકાણ કરતી બંધ બસ સેવા પુનઃ શરૂ કરવા માટે પણ એક અરજદાર દ્વારા માંગ થઈ હતી.

જી.પ્રમુખ ભીખુભાઇ, જીતેન્દ્ર કે.સોલંકી- મામલતદાર ખેરગામ, રાહુલ પટેલ - તાલુકા વિકાસ અધિકારી ખેરગામ, ભરતભાઇ પટેલ- તાલુકા હેલ્થ ઓફીસર ખેરગામ, ગમનભાઇ હુડકીયા- ઉપપ્રમુખ ખેરગામ તાલુકા પંચાયત, પુર્વેશ ખાંડાવાલા- અધ્યક્ષ,સુભાષ પટેલ - સદસ્ય,તર્પણબેન વણકર, ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.

સેવાસેતુમાં કેશલેશ લીટરસીના 253, પશુઓના ડીવર્મીંગના 193, મેડીસીન સારવારના 97, ડાયાબીટીસ અને બી.પી.ની ચકાસણીના 43, પશુઓની ગાયનેકોલોજીકલ સારવારના 16, આઇસીડીએસ. બાળકોના આધારકાર્ડના 12, પીએમજેમા યોજનાના 10, પશુઓના રસીકરણના 10, રેશનકાર્ડમા નામ દાખલના 7, નામ કમીના 4, સુધારાના 2, ઘરેલુ નવા વિજ જોડાણના 3 લાભાર્થીઓ મળી કુલ 656 લાભાર્થીઓને સ્થળ ઉપર જ અરજીઓનો નિકાલ કરી લાભો આપવામાં આવેલ છે. જ્યારે એસટીના પ્રશ્નને વિભાગીય નિયામક વલસાડને મોકલવામાં આવ્યો હતો.

કોરોના કાળથી બસ બંધ થઇ હતી
બીલીમોરા બસ સ્ટેશનના એટીઆઇ હુસેન પઠાણ પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. જેમને ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કિશોરભાઈ તરફથી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે મામલતદાર દ્વારા વિભાગીય નિયામક વલસાડને મોકલવામાં આવી છે, છેલ્લા 40વર્ષ દોડતી, નાધઈ મંદિરે બે ત્રણ નાઈટ રહેતી બસ કોરોના કાળથી સદંતર બંધ કરી દેતા તે પુનઃ ચાલુ કરવા માંગ કરી છે. બીલીમોરા ડેપોની ટ્રેન જોડાણવાળી 19.30ની નાં.મંદિર રાત્રી રોકાણ તથા ખેરગામથી સાડા સાતથી આઠમાં સીધી બીલીમોરા જાય તેવી બસ સેવા શરૂ કરવા અને જે કોઈપણ બંધ છે તે પુનઃ ચાલુ કરવા માટે રજૂઆતો થઈ છે.

અન્ય સમાચારો પણ છે...