તપાસ:નાંધઈ ગુપ્તેશ્વર હાઈસ્કૂલના છાત્રનું રહસ્યમય મોત

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાથરૂમમાં બેભાન મળ્યા બાદ પીપલસેત ગામના છાત્રને મૃત જાહેર કરાયો

ખેરગામ તાલુકાના નાંધઇ ગામે ગુપ્તેશ્વર હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો છાત્ર વિજય ગણેશભાઇ ભડાગી (ઉ.વ. 14, રહે. પીપલસેત, જોધી ફળિયા, કપરાડા જિ.વલસાડ) જે સરદાર પટેલ છાત્રાલય ખેરગામ તાલુકાના ભૈરવીમાં રહી અભ્યાસ કરતો હતો. મંગળવારે બપોરના સમયે ક્લાસમાંથી છઠ્ઠા તાસમાં બાથરૂમ જવા માટે શિક્ષક પાસેથી રજા લઇને તે ગયો હતો. જે સાતમાં તાસમાં 4 વાગે બાથરૂમ તરફથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક ખેરગામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

તબીબે તપાસ કરતા તેને મૃત જાહેર કરાયો હતો. આ મામલે શાળાની આચાર્યા કલ્પનાબેન અરવિંદભાઈ પટેલ (રહે. અટક પારડી)એ ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બુધવારે સવારે મૃતકના પિતા તેમજ સરપંચ સહિત ગામના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

PM રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે
લાશનું પીએમ બાબતે સ્થાનિક તબીબોએ પેનલમાં પીએમ કરવાનું જણાવતા મૃતદેહ પીએમ માટે સુરત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુના કારણ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાય એમ છે. - એસ.એસ.માલ, પીએસઆઈ, ખેરગામ

​​​​​​​વિદ્યાર્થીને સળિયો માર્યો હોવાનો આક્ષેપ
ખેરગામના ગુપતેશ્વર હાઈસ્કૂલમાં 9માં ધોરણમાં ભણતો વિજયના મોત બાદ મંગળવારે બપોરે શાળાના કર્મચારીઓએ વિજયની લાશને દવાખાનામાં એક રૂમમાં તાળું મારીને મૂકી રાખવામાં આવી હતી. વિજયને સળિયાથી મારેલો છે એના ચહેરા ઊપર નિશાન દેખાતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...