તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રૂમલાથી પિયર જવાનું કહીં નીકળેલા માતા પુત્ર સાથે ગુમ

ખેરગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રૂમલાથી પિયર જવાનું કહીં નીકળેલા માતા-પુત્ર ગુમ - Divya Bhaskar
રૂમલાથી પિયર જવાનું કહીં નીકળેલા માતા-પુત્ર ગુમ
  • ઘરે ન પહોંચતા પતિએ પોલીસને જાણ કરી

રૂમલા કુંભારવાડમાં રહેતા ગીતાબેન રાજેશભાઇ દેશમુખ તેમના પુત્ર જયકુમાર (ઉ.વ. 15) સાથે તેના પિયર ફુલસીગભાઇ શુક્કરભાઇ ભોયા (રહે. સતીમાળ, પટેલ ફળિયા, વાંસદા) જવાનું કહી ઘરેથી સવારે 10 વાગ્યે નીકળી ગયા હતા. તેઓ બન્ને સતીમાળ ગામે પોતાના પિયર પહોંચ્યા ન હતા અને પરત ઘરે પણ નહી આવતા તેમની અનેક જગ્યાએ શોધખોળ કરી હતી. તેઓ મળી આવ્યા ન હતા. જેથી રાજેશભાઈ દેશમુખે જાહેરાત આપતા એએસઆઈ કિશનભાઈ ભોયા કરી રહ્યાં છે.

ગુમ થનાર ગીતાબેને ગુલાબી કલરની સાડી પહેરેલી છે તેમજ તેમના પુત્રએ ભુરા કલરનું જીન્સ પેન્ટ તથા ભુરા કલરની ચેક્સવાળ લાંબી બાયનું શર્ટ પહેર્યું છે. પોલીસે ગુમ થનાર મા-દીકરાની તપાસ શરૂ કરી છે. જોકે તેનો હજુ પત્તો લાગ્યો નથી. પોલીસ દ્વારા ગુમ થનારા મા દીકરાની તપાસ તો શરૂ થઇ છે, પરંતુ તેઓ રૂમલા ગામથી નીકળીને ક્યાં ગયા તે અંગે હજુ સુધી કોઇ કડી મળી નથી. જેને લઇ પોલીસે સ્થાનિકોને પૂછતાછ માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...