ઉજવણી:ખેરગામમાં ગાઈડ લાઈન મુજબ આજે ઇદે મિલાદની ઉજવણી કરાશે

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએસઆઇ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ

ખેરગામમાં ઇદે મિલાદના પર્વ અંતર્ગત પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક પીએસઆઇ એસ એસ માલના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી.મુસ્લિમ સમાજના પ્રમુખ નિઝામભાઈ શેખ, નઝીરભાઈ શેખ, સૈયદ મહમુદમિયા સહિતના મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં મહિલા પીએસઆઇએ જણાવ્યું કે સરકારીની ગાઈડલાઈન મુજબ 400 વ્યક્તિઓ સાથે જ ઝુલુસ દિવસ દરમ્યાન પૂર્ણ કરવાનું રહેશે. તેમજ મર્યાદિત સમયમાં જેતે વિસ્તારમાં જ ઝુલુસ ફેરવવાનું રહેશે.

ઇદે મિલાદનું ઝુલુસ અને અન્ય ઉજવણી દરમ્યાન કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા સૂચન કરાયું હતું.મુસ્લિમ સમાજના આગેવાનોએ પૂર્ણ સહકારની ખાતરી આપી ઇદે મિલાદનો પર્વ સરકારી ગાઈડલાઈનને અનુસરી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે માજી મુતવલ્લી ફારૂક શેખ, ઇબ્રાહિમભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...