વિરોધ:ખેરગામ સરપંચના આપખુદી વહીવટ સામે સભ્યનો આક્રોશ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ન લેતા હોવાની બૂમો ઉઠી રહી છે.પંચાયતન - Divya Bhaskar
ન લેતા હોવાની બૂમો ઉઠી રહી છે.પંચાયતન
  • વીડીપીની 12 લાખની રકમ અન્ય જગ્યાએ વાપરવાની તજવીજથી રોષ

ખેરગામના સરપંચે સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ગ્રાન્ટના નાણાં વી.ડી.પીમાં સમાવેશ કરેલ ન હોય અને અન્ય કામોમાં વાપરવા દરખાસ્ત કરેલી હોવાથી પંચાયતના 8 સભ્યોએ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી દરખાસ્તને રદ કરવાની માગ કરી છે.ખેરગામ ગ્રામપંચાયતના નવા વરાયેલા મહિલા સરપંચ ઝરણાંબેન પટેલ અને તેમની ટીમે કાર્યભળ સંભળ્યાને ત્રણ મહિના થયા છે.ત્યારે ચૂંટાયેલા કેટલાક સભ્યોને વિશ્વાસમા ન લેતા હોવાની બૂમો ઉઠી રહી છે.

પંચાયતના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી 8 સભ્યોએ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી,જેમાં જણાવ્યું હતું કે ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા 14 માં નાણાપંચ 2015-16થી 2019-20 સુધીના વ્યાજનાં નાણાં અદાજીત 12 લાખ પંચાયતના ચુંટાયેલા કેટલાક સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કર્યો ન હોય તેવા ખેરગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં પેવર બ્લોકના કામો નવા મંજૂર કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવેલ હોય જે અંગે યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવું ફરી ન બને અને ઉપરકોત કામોની દરખાસ્ત રદ કરવા સાથે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં રાખી કામોની દરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પેવર બ્લોકના કામોની દરખાસ્ત રદ કરવા માગ
નાણાપંચ વ્યાજના 12 લાખ રૂપિયામાંથી વી.ડી.પી માં સમાવેશ ન કરેલ હોય તેવા ખેરગામના વેણ ફળીયા,ખાખરી ફળિયા,બાવરી ફળિયા,સરસીયા ભસ્તા ફળિયા વિસ્તારમાં પેવર બ્લોકના કામોની દરખાસ્ત કરવામાં આવી છે.જે અંગે કેટલાક સભ્યને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જેથી કામો રદ કરી ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં રાખી નવેસરથી કામોની યાદી તૈયાર કરવામાં આવે તેવી માંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે.-જગદીશ ઉર્ફે જીગ્નેશ પટેલ, ગ્રા. પં. સભ્ય,ખેરગામ

અન્ય સમાચારો પણ છે...