મતગણતરી:ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતોમાં 85.92 ટકા જેટલું જંગી મતદાન, આજે મત ગણતરી થશે

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે સાંજ સુધીમાં મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ, બંદોબસ્ત ગોઠવાયો

ખેરગામ તાલુકાના 22 ગામના સરપંચ અને વોર્ડના સભ્યોની રવિવારે યોજાયેલી મતપત્રક દ્વારા મતદાન કરેલ ચૂંટણીમાં સરપંચ પદ માટે 85.92 ટકા અને સભ્યો માટે 85.56 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.65 મતદાન મથકોની મતપેટીઓ સેવાસદનના સલામત ખંડમાં છે તેની આજે મતગણના કરવામાં આવશે, જે માટેની તમામ તૈયારીઓ ઈન્ચાર્જ મામલતદાર (ના.મા) સેહુલ પટેલ અને ચુસ્ત સલામતી બંદોબસ્ત માટે શકુંતલા માલ પીએસઆઇ દ્વારા કરવામાં આવી છે.જેથી અધિકૃત પરવાનગી પત્ર સિવાય સેવાસદનમાં કોઈને પણ પ્રવેશ મળશે નથી.

સૌપ્રથમ ચૂંટણી અધિકારી અશ્વિન પટેલ-ના.તા.વિ. અધિકારીના વાવ પછી ખેરગામની મતગણતરી થશે.ગૌરી ગામે તાલુકાનું સૌથી વધુ મતદાન 91.54 થયું છે ત્યાં એક સરપંચ અને 7 વોર્ડ સભ્યો નું એક જ મથક હતું. વડપાડામાં પણ 91.07 - બીજા ક્રમનું મતદાન થયું હતું. જ્યારે ચીમનપાડા ના એકમાત્ર બુથમાં વૉર્ડ સભ્ય એક પણ હતો નહીં-તમામ બિનહરીફ થયા હતા પણ સરપંચના સાત ઉમેદવારો માટે 89.90 ટકા મતદાન થયું છે.આજરોજ મતગણતરીના લીધે 22 ગામોમાંથી પ્રજાજનો-ટેકેદારોનો મેળાવડો સેવા સદન ખાતે થશે જેઓ વાજા વાજિંત્ર તુર સાથે સમગ્ર તાલુકાને વિજેતા સરઘસ ઘમરોળશે, શાંતિ જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઇ માલની પોલીસ આખો દિવસ ખડેપગે રહેશે.

ખેરગામ ગ્રા.પં. ના સરપંચનું 78 ટકા મતદાન
ખેરગામ તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ આજે જાહેર થનારા પરિણામને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જાગી છે,ખાસ કરીને ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ત્રિપંખીયો જંગ છે.મતદાન બાદ ત્રણેય ઉમેદવારો દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે.ત્યારે સારપંચનો તાજ કોના શિરે જશે એના ઉપર ખેરગામના હજારો લોકોની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...