તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ખેરગામમાં ભગવાન દત્તાત્રેય જન્મ જયંતીની ઉજવણી કરાઇ

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામના સરસિયા ફળિયામાં આવેલા દત્ત આશ્રમ સંકુલમાં 18 વર્ષ પહેલાં નિર્મિત ગુરુઓના ગુરુ ભગવાન દત્તાત્રેયની માગશર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય દિનની દર વર્ષે ભક્તિભાવ પૂર્વક ઉજવણી થાય છે. છેલ્લા નવમાસથી દેશ કોરોના મહામારી સંક્રમિત હોય આ વખતે સાદગીથી દિન ઉજવાયો હતો. દત્ત આશ્રમમાં શ્રી રંગ વિદ્યાલય અને છાત્રાલય ચાલે છે જેમાં અઢીસોથી વધારે ધરમપુર-કપરાડા વાંસદા તાલુકાના અઢીસો ગરીબ આદિવાસીઓના કન્યા-કુમારો ભણે ગણે છે અને આત્મનિર્ભર બને છે.માસ્ક પહેરી સામાજિક દૂરીનું અંતર જાળવીને ખૂબ મર્યાદિત રંગ ભક્તોએ પાદુકા પૂજન ઋષિ ભટ્ટ દ્વારા પૂજા વિધિ કરાવી સંપન્ન કર્યું હતું. પાદુકા પૂજન માટે મંદિરના પાયાથી જોડાયેલા અરૂણ દેસાઈ સાથે બે દંપતીએ ભાગ લીધો હતો.સંકુલના સંચાલક કાળીદાસ પટેલ તથા અરૂણ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો