તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકમાંગ:ખેરગામના પાટી ગામમાં પાણી અને આવાસના પ્રશ્નો ઉકેલવા લોકમાંગ

ખેરગામ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા.પં.પ્રમુખ રક્ષાબેનનો લોકો સમક્ષ જઇ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ

ખેરગામ તાલુકાના પાટીમાં ગામલોકોના પ્રશ્નો અંગે જાણકારી મેળવવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રક્ષાબેન પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. જ્યાં લોકોએ ગામની પાણીની સમસ્યા તેમજ આવાસ અને રસ્તા સહિતના પ્રશ્ને રજૂઆત કરી ઉકેલ લાવવા માંગ કરી હતી.

ખેરગામના પાટી ગામે રવિવારે તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પટેલે રૂબરૂ પહોંચી લોકોની સમસ્યા અંગે તાગ મેળવ્યો હતો. તેમની સાથે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન ગરાસિયા અને પાટી ગામના તાલુકા પંચાયત સભ્ય વિપુલ પટેલ, ખેરગામ તાલુકા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ ગરાસિયા, જનસેવા સમિતિના પ્રમુખ ભૌતેશ કંસારા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ કેટલીક સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

જેમાં ઉનાળા દરમિયાન પાણીની ઉદભવતી સ્થિતિ બાબતે લોકોએ પ્રમુખ તેમજ આગેવાનોને માહિતગાર કરી લોકોને પાણી માટે પડતી હાલાકી બાબતે જણાવ્યું હતું. ગામના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમિયાન કુવા તથા બોરમાં પાણીના સ્તર નીચે જતા પીવાના પાણી તેમજ સિંચાઈનું પાણી અને પશુઓ માટે પાણી મેળવવું લોકો માટે મુશ્કેલ બની જતું હોય છે. ગામલોકોએ પાણીની સમસ્યાના કાયમી ઉકેલ આવે એવી માંગ કરી હતી તેમજ ગામમાં આવાસને લાગતા પ્રશ્નો અને રસ્તા બાબતે પણ લોકોએ રજૂઆત કરી આવાસનો પ્રશ્ન ખાસ ઉકેલાય તે માટે રજૂઆત કરી હતી.

તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી
પાટી ગામના આગેવાનોની રજૂઆત સાંભળી તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રબેન ગરાસિયા સહિતના આગેવાનોએ ગામલોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવે તે રીતે જરૂર પડ્યે ઉપર સુધી રજૂઆત કરી રસ્તા, પાણી તેમજ આવાસ સહિતની તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો