સહાય:ખેરગામમાં આગથી ઘર ગુમાવનાર પરિવારને કોવિડ કેર સમિતિએ 35 હજારની ઘરવખરી પુરી પાડી

ખેરગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગમાં બે ગાળાનું મકાન બળી જતા ચીમનભાઈ પટેલનું પરિવાર બેઘર બન્યું હતું

27 એપ્રિલની આગ ઓકતી બપોરે સરસિયા ફળિયા ખાતે લાગેલી આગમાં બે ગાળાનું મકાન ઘરવખરી સંગ્રહેલી વસ્તુઓ સહિત ભસ્મીભૂત થતા ચીમનભાઈ સોમાભાઈ પટેલનું નવ સભ્યનું કુટુંબ બેઘર બન્યું હતું.જેમને હાલ ખાવા-પીવાની મદદ ફળીયાના લોકો પુરી પાડી રહ્યા છે,જ્યારે કોવિડ કેર સમિતિએ પણ ઘરની ચીજવસ્તુઓ માટે અસરગ્રસ્ત પરિવારને મદદ પુરી પાડી હતી.

બે વર્ષ પહેલા ખેરગામમાં કાર્યરત થયેલી કોવિડ કેર સમિતિ પાસે થોડું ભંડોળ બચતમાં હોય તેના સભ્યો સતિષભાઈ, વિજયભાઈ, ભીખુભાઈ આહિર, ભૌતેશ કંસારા વિગેરેએ અસરગ્રસ્ત પરિવારની વ્હારે જવાનું નક્કી કરતા રૂ 33 હજારથી વધુની જીવનજરૂરી સાધનસામગ્રી ખરીદી તેઓની ઘરે પહોંચાડી હતી, જેમાં બે કબાટ,12 ખુરશી, બે સિલિન્ડર તથા બે ગેસચુલા વિગેરે 30 એપ્રિલે સુપ્રત કરવામાં આવી હતી. રસોઈ ગેસ સેટ આછવણીના માજી સરપંચ ગણેશભાઈ ઉકડભાઈ તરફથી અપાયો હતો.

કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈએ પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ રાજ્ય સરકાર તરફથી સહાયભૂત થવાની અસરગ્રસ્ત પરિવારને ખાતરી આપી હતી. જેનાથી તેઓના મકાનનુ છાપરું થવાની સંભાવના છે. આગમાં સાડા 6 લાખથી વધુનું નુકસાન અંદાજાયુ હતું.સહાયતા અર્પણ વિધિ વખતે ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ માજી જિલ્લા પંચાયત સભ્યો પ્રશાંત-જીવણભાઈ માજી સરપંચ કાર્તિક, પૂર્વેશ ખાંડાવાલા જી.પં.પ્રમુખ આહિર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વધુ મદદની સાંત્વના આપી હતી. ચીમનભાઈ સોમાભાઈ તથા પુત્ર શૈલેષે સહાય કરનારાઓનો હૃદયથી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...