માતાની સ્મૃતિના સહારે જીવન:ખેરગામના બે ભાઇઓ હવે એક બીજાના પાલક, માતા-પિતાનું કોરોનામાં અવસાન થયું હતું

ખેરગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેયુર પટેલ અને સંદીપ પટેલ - Divya Bhaskar
કેયુર પટેલ અને સંદીપ પટેલ

ખેરગામના સુરેશભાઇ પટેલ અને રેખા પટેલનું કોરોનામાં અવસાન થયું હતું. તેમના બન્ને પુત્રો સંદીપ પટેલ (ઉ.વ. 21) અને કેયુર પટેલ (ઉ.વ. 18) અભ્યાસ કરી રહ્યાં છે. મોટા પુત્ર સંદીપે વલસાડની કોલેજ માંથી બી.એનો અભ્યાસ હાલમાં જ પુર્ણ કર્યો છે, જ્યારે નાના પુત્ર કેયુર ITI પ્લમ્બરનો કોર્ષ ખેરગામ ખાતે કરે છે. માતા-પિતાના કોરોનામાં અવસાન બાદ બન્ને ભાઇઓનું જીવન ઘણું જ મુશ્કેલ થઇ ગયુ છે.

પિતા સુરેશભાઇ ઘરે જ ફર્નિચર બનાવવાની કામગીરી કરતા હતા. તેમના બનાવેલા ફર્નિચરનું વેચાણ કરીને આર્થિક આધાર મેળવતા હતા. સરકાર તરફથી મળતી નાણાકીય સહાય, રાશનકાર્ડથી મળતું અનાજ અને અભ્યાસમાં મળતી સ્કોલરશીપથી ગુજરાન ચલાવે છે. ખાવાનું પણ તેઓ જાતે જ બનાવે છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બન્ને ભાઇઓ એકબીજાનો સહારો બનીને જીવન નિર્વાહ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...